*પ્રવર્તમાન કોરોના સંક્રમણ પરિસ્થિતીને અનુલક્ષીને* *મુખ્યમંત્રીશ્રીનો નૂતન વર્ષાભિનંદન મિલન સમારોહ આ વર્ષે મોકૂફ*

ગુજરાત ભારત રાજનીતિ સમાચાર

*પ્રવર્તમાન કોરોના સંક્રમણ પરિસ્થિતીને અનુલક્ષીને*
*મુખ્યમંત્રીશ્રીનો નૂતન વર્ષાભિનંદન મિલન સમારોહ આ વર્ષે મોકૂફ*
……
*તા.૧૬ નવેમ્બર-ર૦ર૦ના નૂતનવર્ષ દિને મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી નો પ્રજાજનો-નાગરિકો સાથે
નૂતનવર્ષ શુભેચ્છા આદાન-પ્રદાન કાર્યક્રમ યોજાશે નહિ*
……
*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના (કોવિડ-19) મહામારીની સર્જાયેલી સ્થિતીને ધ્યાને લઇ આગામી તા.૧૬ નવેમ્બર-ર૦ર૦ના નૂતનવર્ષ દિન નિમિત્તે પ્રજાજનો-નાગરિકો સાથે શુભેચ્છા આદાન-પ્રદાનનો યોજાનારો નૂતન વર્ષાભિનંદન મિલન સમારંભ આ વર્ષે મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે*.
*તદઅનુસાર, મુખ્યમંત્રીશ્રી દ્વારા દર વર્ષે પ્રજાજનો સાથે નૂતનવર્ષ શુભેચ્છા આદાન-પ્રદાનનો નૂતનવર્ષ દિને યોજાતો પરંપરાગત નૂતન વર્ષાભિનંદન સ્નેહ મિલન સમારોહ આ વર્ષે યોજાશે નહિ*.
*સૌ નાગરિક-ભાઇ બહેનોને આ અંગેની નોંધ લેવા સામાન્ય વહિવટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે*
સી.એમ-પીઆરઓ/અરૂણ…. ……

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •