Skip to content
શીખવું હોય જો તો વિશ્વ આખું શિક્ષક થશે,
સકળ બ્રહ્માંડનો જો તું નિરીક્ષક હશે.
દિલ રાખજે ખુલ્લું ને બુદ્ધિ રાખજે નિમૅળ,
શિક્ષણ નો પ્રવાહ ચહુઓર હશે.
આકાશ નું અવકાશ ને સૂરજનો પ્રકાશ,
હવાની હળવાશ ને માટીની સુવાસ.
પાણીની ભીનાશ, વૃક્ષોની હુંફાશ
ઘણું શીખવાડશે,
શીખવું હોય તો,,,,,વિશ્વ આખું શિક્ષક હશે.