એક પતંગિયું કમાલ કરી ગયું રંગબેરંગી એ ધમાલ કરી ગયું. ઉડી ઉડી દીપક ની જ્યોતિ મહીં જીવ હોમી ઈશ્ક બહાલ કરી ગયું. – © દેવેન ભટ્ટ. સુરેન્દ્રનગર.

ગુજરાત ભારત સમાચાર

પતંગિયું

એક પતંગિયું કમાલ કરી ગયું

રંગબેરંગી એ ધમાલ કરી ગયું

એક બીજી ડાળેથી ઉડાઉડ કરી

બાગમાં ફૂલડાંને વ્હાલ કરી ગયું

મેઘધનુનાં રંગો ચમનમાં વેરી

સુમનને એ માલામાલ કરી ગયું

નોકિલાં સરીખાં એ ઢાલ કુસુમોની

કંટકો સંગાથે બબાલ કરી ગયું

પુષ્પનાં કેમ ફક્ત પુષ્પલિહ સાથી?

અંતમાં એ ઊભો સવાલ કરી ગયું

ઉડી ઉડી દીપક ની જ્યોતિ મહીં

જીવ હોમી ઈશ્ક બહાલ કરી ગયું

ભૃંગગાન સંગ તાલ મેળવી ગયું

એક પતંગિયું કમાલ કરી ગયું

– © દેવેન ભટ્ટ (૦૬/૧૧/૨૦૨૦)

TejGujarati