રાજપીપળા કરજણ જળાશય યોજના ના કાર્યપાલક ઇજનેર પાસેથી વડોદરા સિંચાઇ વિભાગનો ચાર્જ અચાનકજ લઈ લેવાતા ચકચાર

સમાચાર

બે જ દિવસ મોટાધરખમ ફેરફારકરી દેવાતાં કાર્યપાલક ઇજનેરનેત્રણ ત્રણ જગ્યાએ પોતાની ફરજ બજાવવા નો વારો આવ્યો

વડોદરા સિંચાઇ યોજનાની કચેરી નિવૃત્ત કર્મચારીઓનો અડિન્ગો

નિવૃત્ત કર્મચારીઓને કરાર આધારિત કોના ઇસારે લેવામાં આવે છે?
સમગ્ર કચેરી નિવૃત્ત કર્મચારીઓ ના ઇસારેચાલતી હોવાની બૂમ

રાજપીપળાતા 6

રાજપીપળા કરજણ જળાશય યોજના ના કાર્યપાલક ઇજનેર જે. ડી. વાધેલા ને વડોદરા સિંચાઇ યોજના ની કચેરી નો ઇનચાર્જ તરીકે નો ચાર્જ સોપાયા બાદ તેઓ પાસે થી ચાર્જ લઇને અચાનકજ તેઓનો ચાર્જ 5 મી નવેમ્બર ના રોજ એસ.એમ. પટેલ કાર્યપાલક ઇજનેર ને સોંપવામાં આવાતાઆ ચાર્જ વિવાદનું કેન્દ્ર બન્યુ છે.ચાર્જ લેનાર કા. પા. ઇજનેર વલસાડ થી વડોદરા સુધી અપડાઉન કરેછે તેમજ તેઑ પાસે અંકલેશ્વરમાં પણ મધ્યમ સિંચાઇ યોજના નો ચાર્જ અગાઉ થી જ છે તો આ એકજ અધિકારી પાસેત્રણ ત્રણ જગ્યાનો ચાર્જ હોવાથીએ પોતાની ફરજ કઇ રીતે બજાવશે ? એ પ્રશ્ન ચર્ચા નો વિષયબન્યો છે .
તેમજ આ કચેરી ની કર્મચારીઓ ની નિવૃત્તિ બાદ પણ તેઓને કરાર આધારિત નિયુક્તિઓ અપાઈ રહી છે તે પણ ચર્ચા નો વિષય બન્યો છે.

રાજપીપળા કરજણ જળાશય યોજના ના કાર્યપાલક ઇજનેર વાધેલા ને સિંચાઇ યોજના વડોદરા નો વધારે નો ચાર્જ સોપવામાં આવ્યો હતો તેઓ કોરોના ની લપેટમાંમા સપડાતા રજા ઉપર જતા તેમના હસ્તક નો ચાર્જ વલસાડ ના કાર્યપાલક ઇજનેર એસ.એમ.પટેલ ને સોંપવામાં આવ્યો હતો. જયારે કા.પા. ઇજનેર વાધેલા પોતાની ફરજ ઉપર તા 2 જી નવેમ્બર ના રોજ રજા ઉપર થી કચેરી મા હાજર થયા હતા ત્યારે ચાર્જ ટ્રાન્સફર સર્ટિફિકેટ સહિત ની તમામ કામગીરી કચેરી ના નિયમોનુસાર થઇ હતી, ત્યારે અચાનક જ તા 5 મી ના રોજ તેમના પાસે થી ચાર્જ લઇને એસ.એમ. પટેલ ને સોંપવામાં આવેલ આવુ કેમ ? બેજ દિવસ મા આટલા મોટા ફેરફાર કેમ કરાયા ? કાર્યપાલક ઇજનેર એસ.એમ.પટેલ ત્રણ ત્રણ જગ્યાએ પોતાની ફરજ કઇ રીતે બજાવસે ?

રાજપીપળા ના કાર્યપાલક ઇજનેર વાધેલા પાસે થી ચાર્જ લઇને કેમ અનય અધિકારી ને સોંપવામાં આવ્યો આ વાત સરકારી આલમમાં ભારે ચર્ચાસ્પદ બનેલ છે. એ વાત ની ચર્ચા ઓએ પણ જોર પકડ્યું છે કે વડોદરા ખાતે ની સિંચાઇ યોજના ની કચેરી નો તમામ વહીવટ નિવૃત્ત કર્મચારીઓ કે જેઓ પોતાની વગ વાપરીને કરાર આધારિત અગિયાર માસ માટે ફરી થી નિવૃત્તિ પછી કામ કરી રહ્યા છે તેઓજ આખી કચેરી ચલાવી રહ્યા છે. આ નિવૃત્ત કર્મચારીઓ કોના ઇસારે કામ કરી રહ્યા છે ?? નિવૃત કરાર આધારિત કર્મચારીઓ ની કોઇજ જવાબદારી ન હોય ને કચેરી મા તેઓને શુ ભ્રષ્ટાચાર આચરવામાં રાખવામાં આવી રહયા છે ની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.

તસવીર : જયોતિ જગ તાપ રાજપીપળા

TejGujarati