જંગલ સફારીમાં કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન થતા કાલથી વધુ સંખ્યામાં પ્રવાસીઓને પ્રવેશ અપાશે.

સમાચાર

જંગલ સફારીમાં કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન થતા કાલથી વધુ સંખ્યામાં પ્રવાસીઓને પ્રવેશ અપાશે.

હવેથી1 દિવસમાં હવે કુલ 900 પ્રવાસીને પ્રવેશ અપાશે

માત્ર ઓનલાઇન બુકિંગ ધરાવનાર પ્રવાસીને જ પ્રવેશ અપાશે.

રાજપીપળા તા 6

જંગલ સફારીમાં કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન થતા આવતીકાલથી વધુ સંખ્યામાં પ્રવાસીઓને પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાઆવ્યો છે.અત્યારસુધી 9 સ્લોટમાં 50-50 પ્રવાસીઓને પ્રવેશ અપાતો હતો.જેમા1 દિવસમાં કુલ 450 પ્રવાસીને પ્રવેશ અપાતો હતો.પણજંગલ સફારીની ક્ષમતા તેમજ તમામ પાસાઓને જોતા હવે પ્રત્યેક સ્લોટમાં 50ની જગ્યાએ 100 પ્રવાસીને પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.એટલે હવેથી1 દિવસમાં હવે કુલ 900 પ્રવાસીને પ્રવેશ અપાશે.
માત્ર ઓનલાઇન બુકિંગ ધરાવનાર પ્રવાસીને જ પ્રવેશ અપાશે.અત્રે આવનાર પ્રવાસીએ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે.આમ હવેજંગલ સફારીમાં પ્રવાસીઓની સંખ્યામા વધારો થશે

તસવીર: જયોતિ દીપક જગતાપ,રાજપીપળા

TejGujarati