

મીસ્ટર, મિસ અને મિસીઝ ફેમસ ગુજરાતનો ફાઇનલ રાઉન્ડ યોજાયો
ફર્સ્ટ પ્રાઇઝ વિનર્સને 10 હજાર કેશ પ્રાઇઝ સાથે ટ્રોફી અને ક્રાઉન એનાયત કરાયા
અસિમા ઇવેન્ટ્સનાં મેનેજમેન્ટ અને જયવીર ખાનિયા દ્વારા ઓર્ગેનાઇઝ અને નેક્સ્ટ હોટ મોડેલ પ્રેઝન્ટ્સ મીસ્ટર, મિસ અને મિસીઝ ફેમસ ગુજરાતનો ફાઇનલ રાઉન્ડ યોજાઈ ગયો. આ કોમ્પિટિશન માટે લોકડાઉન પહેલા ઓડિશન યોજવામાં આવ્યું હતું. જે ઓડિશનમાં ગુજરાતભરમાંથી 150થી વધુ લોકોએ પાર્ટિસિપેટ કર્યું હતું. જેમાંથી સિલેક્ટ કરીને મીસ્ટર, મિસ અને મિસીઝ ફેમસ ગુજરાતનાં ટાઇટલ માટેની ફાઇનલ 1 નવેમ્બરનાં રોજ અમદાવાદનાં શિલજ ખાતેનાં એલ.ઈ.ડી. સોલ્યુશન સ્ટુડિયો ખાતે યોજવામાં આવી હતી. જેમાં ફાઇનલિસ્ટ્સને જજ કરવા માટે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં ટોપ ફેશન અને ડાન્સ કોરિયોગ્રાફર દીપક તુરી, એમટીવી 7 સ્ટેટ્સની ફર્સ્ટ રનર અપ શ્રૃષ્ટી કુંદનાની અને શોનાં ડાયરેક્ટર અને ઓર્ગેનાઇઝર જયવીર ખાનિયા ઉપસ્થિત રહ્યાં હતા. જે ઇવેન્ટની ફાઈનલને કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઝીરો ઓડિયન્સ સાથે યુટ્યુબ પર લાઇવ કરવામાં આવી હતી. જેમાં મીસ્ટર ફેમસ ગુજરાતમાં આકાશ ગીરી, મિસ ફેમસ ગુજરાત આદિતિ પરમાર અને મિસીઝ ફેમસ ગુજરાતનું ટાઇટલ જિજ્ઞાસા શાહને આપવામાં આવ્યું હતું. જે વિનર્સને 10 હજાર કેશ રકમ સાથે ટ્રોફી અને ક્રાઉન એનાયત કરવામાં આવ્યું હતું. આ સંપૂર્ણ ફેશન ઇવેન્ટને ફેશન કોરિયોગ્રાફર માલવિકા મકવાણા દ્વારા કોરિયોગ્રાફ કરવામાં આવી હતી જ્યારે મેકઅપ અને હેર આઈએસએએસ ઇન્ટરનેશનલ બ્યૂટી સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું હતું.