*ગુજરાતના પીરાણામાં વિસ્ફોટ બાદ ગોડાઉન તૂટી પડતાં ઘણા ઘાયલ અને મૃત્યુ*

ગુજરાત ભારત સમાચાર

4 નવેમ્બરે પીરાણા ડમ્પિંગ યાર્ડ પાસે મોટી આગ ભભૂકી ઉઠ્યા બાદ 9 લોકોના મોત નિપજ્યા હતા અને ઘણા લોકો ગંભીર રીતે સળગી જવાથી ઇજાઓ પહોંચી હતી.

અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય આપવા માટે *આમ આદમી પાર્ટીના અમદાવાદ પ્રમુખ અમજદખાન પઠાણે સચિન રાજપૂત, રમેશ વોરા, ભાગ્યશ્રી અને આપના અન્ય સભ્ય સાથે એલજી હોસ્પિટલની મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી ના હોદેદારો તથા કાયૅકતૉ ઓ માનવતા મુલાકાત લીધી હતી.*

પીરાણા-પીપળાજ રોડ નજીક ગણેશનગરમાં ટોરેન્ટ પાવર સ્ટેશન નજીક ઔદ્યોગિક યુનિટમાં આવેલા કપડાના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી તીવ્ર હતી કે મોટાભાગના લોકો ગોડાઉનમાંથી બહાર નીકળી શક્યા નહોતા.

આપ.પ્રમુખ શ્રી અમજદખાન પઠાણે તથા હાજર રહેલા કાયૅકતૉ ઓએ આ શક્તિશાળી વિસ્ફોટ અને આગ ના લીધે થયેલા મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો હતો.

હરેશ કોઠારી-પ્રભારી
અમજદખાન પઠાણ -પ્રમુખ
આપ.અમદાવાદ શહેર

TejGujarati