તેલ કા ખેલ.

ગુજરાત ભારત સમાચાર

આપણે ભારતના નકશામાં નજર નાખીએ અને દેશમાં ખવાતા તેલનું નિરીક્ષણ કરીએ તો જોવા મળશે કે, આપણી બાજુ એટલે ગુજરાતમાં સીંગતેલ વધુ ખવાય છે,કેમ કે અહીંની આબોહવામાં મગફળી સારી રીતે થઈ શકે છે. અવેલેબલ હોવાથી આપણે પેઢીઓથી ખાઈએ છીએ માટે સીંગતેલ આપના શરીરના બંધારણનો એક ભાગ બની ગયો છે. એટલે અનુકૂળ આવી ગયું છે.હવે દક્ષિણમાં નજર નાખીએ તો ત્યાં નારિયેળ પ્રચુર માત્રામા થાય છે તો ત્યાં ખાવામાં માથામાં નાખવામાં નાળિયેર તેલ જ ઉપયોગમાં લેવાય છે.( આપણમાં ઘણાં નાના હતા ત્યારે સિંગતેલ માથામાં નાખેલું હશે.😛હવે ઉત્તર બાજુ જઇશું ત્યાં મસ્ટર્ડ ઓઇલ (રાયડો) વધુ ઉપયોગમાં લેવાય છે. બાબા રામદેવેએ કચ્ચીઘણી તેલ પણ લોન્ચ કર્યું છે.(સ્ટાન્ડર્ડ ઉપર ખરું નથી ઉતર્યું એ અલગ વાત છે) વિદેશમાં આ તેલ ખાવા માટે બેન(વર્જીત છે) ત્યાં બોટલ ઉપર સ્પષ્ટ સૂચના લખી હોય છે કે ફોર એક્સ્ટર્નલ યુઝ ઓન્લી માત્ર માલિશ કરી શકો ખાઈ ન શકો. પંજાબીઓ ખાય છે અને હટાકટા છે.હવે આવ્યો ઓલિવ ઓઇલ(જેતુનનું તેલ) વિદેશમાં આ તેલનો ઉપયોગ ખૂબ થાય છે. પણ હવે ભારતીય બજારમાં પણ ખૂબ વેચાય છે. તેમાં અલગ અલગ પ્રકાર આવે છે જેમ કે વર્જીન ઓલિવ ઓઇલ ,પ્યોર ઓલિવ ઓઇલ વગેરે..
ઓલિવ ઓઇલ ભારતીય શાક વધારવાની પદ્ધતિ મુજબ કામ ન આપે કેમ કે એનો બ્રેકીંગ પોઈટ લો હોય. કસરત કરવા વાળા આને વધુ મહત્વ આપે છેથોડું જ આગળ જઈએ તો આવ્યું રાઈસ બ્રાયન ઓઇલ જેનો ઉપયોગ પણ સારી માત્રામાં થાય છે.સૂરજમુખીની હાલ બોલબાલા છે.પણ એમાંય અક્ષયના ગીત જેમ બાલા બાલા જ છે એમાંથી કઈ કાઢી લેવાનું નથી
એડવર્ડટાઈઝથી લોકોને આવલ જ બનાવવામાં આવે છે.ઘણા લોકો શાક વધારવામાં શુદ્ધ ઘી નો ઉપયોગ કરે છે.
પણ ચર્વાકે કહ્યું એમ દેવું કરીને ઘી ન પીવાય.હવે તેલનું તેલ કાઢીએખરેખર તેલ કંપનીઓ આપણાં સ્વાસ્થ્ય સાથે ભંજવાડ કરી રહી છે. ડિસ્કો તેલ(નકલી તેલ) અને ફિલ્ટર અને ડબલ ફિલ્ટર તેલના લીધે બીમારીઓ પી.જી(પેઇંગ ગેસ્ટ)બની જાય છે. અમૂકવાર ઘર પચાવી પણ પાડે છે.તેલ કાઢવાની પ્રક્રિયા કેમિકલ્સનો ઉપયોગ કરીને કરવામાં આવતી હોય છે. તેને શુદ્ધ કરવા અને બગડે નહિ માટે પ્રિઝર્વવેટીવ તરીકે કેમિકલ્સનો ઉપયોગ થાય છે.
સ્વાદ માટે આર્ટિફિશિયલ એસેન્સનો ઉપયોગ થાય છે.તો પ્રશ્ન એ થાય કે ફિલ્ટર ડબલ ફિલ્ટર તેલ નુકસાનકારક છે તો કયું તેલ વાપરવું.. આપણાં વિસ્તારમાં ઉગતા બીજનું તેલ ઉત્તમ છે, આપણાં માટે સીંગતેલ ઉત્તમ.પણ પણ પણ
કોલ્ડ પ્રોસેસથી કાઢવામાં આવેલું તેલ કેમિકલ્સના ઉમેરણ વગરનું તેલ કોલ્ડ પ્રોસેસ એટલે આપણી દેશી ઘાણી હાલ પોર્ટેબલ મીની ઇલેક્ટ્રોનિક ઘાણી પણ બજારમાં ઉપલબ્ધ છે. એમાં કાઢેલું તેંલ સર્વશ્રેષ્ઠ છે જે શરીરને નુકશાન નહિ કરે. ખાવાનું માપેરેતીમાંથી તેલ કાઢવા જેવી વાત..સરકારની જવાબદારી છે કે ડિસ્કો તેલ કેમિકલ્સ યુક્ત તેલ ઉપર એટલી જ કડકાઈ રાખવી જેટલી દારૂ ઉપર રખાય છે.
મિન્સ કે મતલબ કે કહેવાનું કે કાગળ ઉપર દારૂનો કાયદો જેટલો લોઢા જેવો છે એટલો વાસ્તવમાં તેલ માટે હોવો જોઈએ.તેલનું છેલ્લું ટીપુંછેલ્લો કટોરો ઝેરના પી જજો બાપુ એમ આ મહત્વનું છે.
બજારમાં મળતા તળેલા ખોરાક એક પ્રકારનું ધીમું ઝહેર હોય છે. કેમ કે એક તો એ ખોરાક કેમિકલ્સ પ્રોસેસથી નીકળેલા તેલથી બન્યા હોય છે. અને બીજું કે એ તેલ વારંવાર વારંવાર, વારંવાર ,વારંવાર વારંવાર ગરમ થાય છે.(આટલી વાર વારંવાર વાંચવામાં કંટાળો આવે તો તેલના શુ હાલ થાય વિચારજો). એ તેલના તમામ ગુણો નાશ પામે,ગામઠી ભાષાની કહેવત મુજબ પાસેરમાંથી પળી ઢળી જાય. એક તો ગુણ હતાજ નહિ એમાંથીય નાશ પામે🤓. પેટમાં જાય એટલે બીમારીઓના ઢગેલ ઢીંગણા થાય.
માટે ઘરના બનેલા ભજીયા ગાંઠિયા ઘૂઘરા ખાવા વધુ સારા.કચ્ચી ઘાણી(કોલ્ડ પ્રોસેસ) તેલનો ઉપયોગ વરદાન સાબિત થઈ શકે છે. થોડું મોંઘું પડે થોડું નહિ ઘણું મોંઘું પડે પણ સગવડતા હોય તો શુભારંભ કરવા જેવો છે. અમુક વિસ્તારમાં લોકો ઘરની મગફળી લઈને જાય તેલ લઈને આવે છે. વિકલ્પ પણ સારો છે. પણ ત્યાં સેળભેળ ગબાજાળી ન થઈ જાય એનું ધ્યાન રાખવું.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply