? *એક મજાનો પ્રસંગ*

ગુજરાત ભારત સમાચાર

➖ રાત્રીના બે વાગ્યા હતા..એક શ્રીમંત માણસને નીંદર નહોતી આવતી.. પડખા ફરી.. ફરીને થાક્યો.. ચા પીધી સીગારેટ પીધી.. અગાશીમા ચક્કર મારી.. પણ ક્યાંય ચેન ન પડે…

?આખરે થાકીને એ માણસ નીચે આવ્યો, પાર્કીંગમાંથી ? *કાર* બહાર કાઢી અને શહેરની સડકો પર ફરવા નીકળી ગયો..

? ફરતા ફરતા એને એક *મંદિર* દેખાયું મનમા થયું, ચાલ થોડીવાર આ મંદિર મા જાવ..ભગવાન પાસે બેસું.. પ્રાર્થના કરુ.. મને થોડી શાંતિ મળે.. એ માણસ મંદિરમાં ગયો..

➖ જોયું તો ત્યાં એક બીજો માણસ પણ ત્યાં સામે બેઠો હતો, ઊદાસ ચહેરો.. આંખો મા કરુણતા.. એને જોઈ ને આ માણસ ને દયા આવી.. પૂછ્યું *”કેમ ભાઈ આટલી મોડી રાત્રે..?”*

➖ પેલા એ વાત કરી.. *”મારી પત્ની હોસ્પિટલમાં છે. સવારે જો ઑપરેશન નહીં થાય તો એ મરી જશે.. અને મારી પાસે ઓપરેશન ના પૈસા નથી”*

➖ આ શ્રીમંત માણસે ખીસ્સામાથી રુપીયા કાઢયા એ ગરીબ માણસને આપ્યા.. અને પેલાના ચહેરા પર ચમક આવી..

➖ પછી આ શ્રીમંત માણસે એને પોતાનું કાર્ડ આપ્યું અને કહ્યું… “હજું પણ ગમે ત્યારે જરૂર હોય તો આમા મારો નંબર છે, મને ફોન કરજો.. એડ્રેસ પણ છે.. રુબરુ આવી ને મળજો.. સંકોચ ન રાખશો.”

➖ *પેલા ગરીબ માણસે કાર્ડ પાછુ આપ્યું.. અને કહ્યું “મારી પાસે એડ્રેસ છે , આ એડ્રેસની જરૂર નથી ભાઈ”*

➖અચંબો પામીને શ્રીમંત માણસે કહ્યું.. *”કોનું એડ્રેસ છે..?”*

?પેલો ગરીબ માણસ મરક મરક હસતા બોલ્યો…
*”જેણે રાતના સાડાત્રણે તમને અહીં મોકલ્યા એમનું”..* ?
*સાહેબ,, આને કહેવાય વિશ્વાસ , આને કહેવાય આસ્થા…
*?જય માતાજી*??

TejGujarati