કોસ્ટમાં ઘટાડો કરીને પણ સરળતાથી બિઝનેસમાં ગ્રોથ મેળવી શકાય છે

સમાચાર

કોસ્ટમાં ઘટાડો કરીને પણ સરળતાથી બિઝનેસમાં ગ્રોથ મેળવી શકાય છે
એન્ટરપ્રાઇઝિંગ ઇન્ડિયન કોર્પોરેટ સર્વિસ દ્વારા વિવિધ વેન્ડર્સ અને સર્વિસ પ્રોવાઇડર માટે એક ઇન્ફોર્મલ મિટીંગનું આયોજન અમદાવાદની ફર્ન હોટલ ખાતે કરવામાં આવ્યું હતું

એન્ટરપ્રાઇઝિંગ ઇન્ડિયન કોર્પોરેટ વાઇબ્રન્ટ ગુજરાતની થીમ સાથે કામ કરી રહ્યું છે, જે વેન્ડર્સ અને કંપની સાથે મેળ કરાવવા માટે એક બ્રિજ બની રહ્યું છે. ઉદાહરણ તરીકે જો કોઈ કંપનીને લેબર સપ્લાયની જરૃર છે તો તેવી કંપની માટે બ્રિજ બનીને એન્ટરપ્રાઇઝિંગ ઇન્ડિયન કોર્પોરેટ સર્વિસ દ્વારા યોગ્ય વેન્ડર્સ સુધી તે સપ્લાય પૂરી પાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. હાલ બિઝનેસ બિઝનેસ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે વિકાસ અને આર્થિક વૃદ્ધિની તકો ઉજળી બની છે ત્યારે દેશ-વિદેશનાં આશરે 30-35 ટકા ઉદ્યોગો ગુજરાતમાં પોતાનું સાહસ સ્થાપવા માટે ઉત્સુક છે અને આવા ઉદ્યોગજગત, કોર્પોરેટ ક્ષેત્ર, ફાર્મા, ફૂડ, હોસ્પિટલ અને વિમેન આંત્રપ્રિન્યોર્સ અને સ્ટાર્ટઅપ્સ ક્ષેત્ર માટે મેન પાવરથી લઇ આઉટસોર્સિંગ, હાઉસકિપીંગ, સિક્યોરિટી સર્વિસીસ, ઓફિસ એન્ડ પ્લાન્ટસ મેનેજમેન્ટ, રિસોર્સ મેનેજમેન્ટ, વ્હિકલ એરેન્જમેન્ટ, ફાયરસેફ્ટી, ડિજિટલ માર્કેટીંગ જેવી વિવિધ ઉપયોગી સેવાઓ પૂરી પાડવા માટે એક અનોખા કોન્સેપ્ટ સાથે એન્ટરપ્રાઇઝિંગ ઇન્ડિયને ગુજરાતમાં અનોખી પહેલ કરી છે. જે સમગ્ર દેશનાં ઉદ્યોગજગત, કોર્પોરેટ ક્ષેત્ર અને સ્ટાર્ટઅપ્સ માટે ક્રાંતિકારી અને પ્રેરણારૃપ સાબિત થશે જે અંગે એન્ટરપ્રાઝિંગ ઇન્ડિયનનાં ફાઉન્ડર ભાવેશ ઉપાધ્યાય દ્વારા 35 વેન્ડર્સ અને 70 કંપનીઝનાં પ્રોબ્લમ્સ સોલ્વ કરવા અંગે વાત શેર કરી હતી. આ મીટમાં તેમણે કંપની અને વેન્ડર્સની 100 પ્રોબ્લમ્સ સોલ્વ કરવાનો ટાર્ગેટ રાખ્યો હતો. તેમજ કંપની-વેન્ડર્સ તેમજ સર્વિસ પ્રોવાઇડર્સને કોસ્ટમાં ઘટાડો કરીને પણ સરળતાથી બિઝનેસમાં ગ્રોથ કેવી રીતે મેળવી શકાય તે અંગેની માહિતી આપી હતી. હાલ જે કંપનીઝને કોસ્ટ કટીંગ કરીને ગ્રોથ કરવાનું પ્રેશર બની રહ્યું છે તેમનાં માટે આ સેશન ઇન્ફોર્મેટીવ બની રહ્યો હતો.

TejGujarati