આજે *વિશ્વ હાસ્ય દિવસ* – દે દામોદર દાળ માં પાણી..

ગુજરાત ભારત સમાચાર

??

*” દે દામોદર દાળ માં પાણી… “* આ એક લાઈન આપણે નાનપણ થી અનેક વાર સાંભળી છે પણ આખી કવિતા કદાચ કોઈકે જ સાંભળી હશે , તેથી અહીં પ્રસ્તુત છે ….. : –

? આજે *વિશ્વ હાસ્ય દિવસ* છે..?

તેથી ,

પ્રસ્તુત છે..એક જૂની હાસ્ય વ્યંગ્ય કવિતા…

*“ દે દામોદર, દાળ માં ?પાણી..!! ”*

✨વાત વધી કોઈ વાત ને જાણી,

દે દામોદર દાળમાં પાણી,

નોતરાંમાં છે ગોટમગોટા;

નોતર્યા નાના ને આવ્યા મોટા,

વાટકા લાવ્યા એવડા મોટા,

પીરસનાર ની ભૂલ દેખાણી,

જેને લીધે થઇ છે ઘાણી,

*દે દામોદર દાળમાં પાણી,*

તાપ વધ્યો ને તપેલું ચીબું,

ઉકળી દાળ ને ઉછળ્યું છીબું,

ત્યાં પડેલું બોલ્યું લીંબુ,

થોડી ઉભરાણી, થોડી ઢોળાણી,

જેની રસોડે છે એંધાણી,

*દે દામોદર દાળમાં પાણી,*

કેટલી સંખ્યા કો’કને પૂછી,

દાળ ઓરાણી વાત માં ઓછી,

ને ભાત વેળાએ તાણાતાણી,

*દે દામોદર દાળમાં પાણી,*

એના વરામાં શું ઠેકાણું ?

વાલ બોલ્યાં, પતરાળું કાણું,

કો’કને ભાણે ક્યાંક અથાણું,

ઠીક વરાની વાત ફેલાણી,

એનીજ છે આ રામ કહાણી,

*દે દામોદર દાળમાં પાણી,*

આંગળી બોલી કોળિયો રીઢો

શાક તાડુકયું લાડવો મીંઢો,

બેઉની એવી છે આ ઉઘરાણી

કેમ રીસાણી, ક્યાં સંતાણી ?

ભાત ની રાણી – – –

*દે દામોદર દાળમાં ?પાણી..!!*

*✍?: કૃતિ હાસ્યકવિ “જર્મન પંડ્યા”* *ઉર્ફે* *જન્મશંકર પંડ્યા*

TejGujarati