ભુમી પુજન ચૌહાણ નરેન્દ્રસિંહ રતનસિંહજી (નંદાભાઈ) ના હસ્તે કરવામાં આવ્યું હતું.
સમગ્ર કોલવડા સાર્વજનિક
પંખી ઘર બનાવાના અદભૂત વિચારસરણી ધરાવતા નાગરિકો નું સમાજ ને કહેવું છે કે…. ચબુતરો એટલે શુ ??
જે નવી પેઢીને ભાગ્યે જ ખબર હશે!!!!
(એવું લાગે છે કે પુસ્તકો થકી ચબુતરો નવેસરથી ભણાવો પડશે..)ચબુતરો જેને મારા ગામ માં લોકો પરબડી પણ કહે છે.
આજે સવારે ખેતરમાં જતા અજાણે જ મારી નજર ગામ ની પરબડી પર ગઈ એ જોતા જ મને વિચાર આવ્યો કે જો દરેક ફળીયા મો, સોસાયટીમાં, ઘરમાં, ચબુતરા હોત તો !!
કેવું રઢિયામણું લાગે મારૂ આ ગામ !!!!
જ્યાં વિવિધ પક્ષીઓ જોવા મળતાં રોજ.!!
મારી વાત કરુ તો અમે પક્ષીઓ ને ચણ ખેતર માં ઓરડી માથે નાખેલ પતરા પર નાખીયે છે અને પાણી માટે તો આખો હોજ ખૂલ્લો મુક્યો છે. સાચે ગરમી ના દિવસો મા તો ચણ અને ખાસ કરી ને પાણી તો પક્ષીઓને આશીર્વાદ સમુ લાગતુ હશે. જેમ કોઈ તરસ્યા માનવી ને પાણી મળે તો ધરતી ને સ્વર્ગ ભાસે એવું કંઈક.
આજે મને એ જોઈને આનંદ થાય છે કે મારા ગામમાં પક્ષીઓને ચણ મળી રહે છે અને આ અબોલ જીવો હેત થી કિલ્લોલ કરતા જીવે છે.ખરેખર પક્ષીઓને ગેલ કરતા જોવા નો લ્હાવો અદ્ભૂત છે.
મેં સાંભળ્યું છે કે જો કોઈ માણસમાં જીવ દયાનો ગુણ હોય તો એ પાણીની પરબ બંધાવે વળી એથી યે વધુ એના હ્ર્દય માં કરુણા ,દયા અને સહાનુભુતિ હોય તો તે ચબુતરો બંધાવે.
જ્યાં ભાત ભાત ના પક્ષી ભેગા મળે અને ચબુતરે બેસી ચણ ખાય, રક્ષણ મળે ચારે દિશાથી, પાણી પીને ખુબ હરખાય, મહિમા છે તેનો વર્ષો જુનો, સંસ્કૃતિ ભારતની પુરાણી, આ ચબુતરા હતા મહેલોમાં પણ આજે વાત બધે ફેલાણી.
માણસે જન્મ લઇ પોતાના સ્વાર્થ માટે તો ઘણું કર્યુ પરંતુ અબોલ જીવોના કલ્યાણ માટે શું કર્યું.
માનવ તરીકે નિશ્વાર્થ ભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે આ ચબુતરો.!!
ચબુતરો બનાવવાના વિચાર ને પ્રેસ માં આપવા પાછળ અમારો એક જ ઉદ્દેશ છે કે કોઈક વાંચે અને વાંચી ને એક ચબુતરો બનાવી દે…
આ અબોલ જીવો માટે, જીવદયા ખાતે મારા આ શબ્દો સમર્પિત છે. અને ખાસ વાત તો એ છે કે સમગ્ર ચબુતરા નું ચણતર તથા તેને અદભૂત સુશોભિત કરનાર એક મુસ્લિમ સમાજ નો યુવા છે. જે હમ સબ એક હૈ. નું જીવતું જાગતું ઉદાહરણ પૂરું પાડે છે.
