*સમગ્ર ગુજરાતમાં પ્રત્યેક જિલ્લા સ્તરે વધતા જતા બળાત્કારના વિરોધમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન*

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત રાજનીતિ સમાચાર

*૩૧ ઓક્ટોબર ૨૦૨૦ ને શનિવારના રોજ બળાત્કાર વિરોધી દિન તરીકે આમ આદમી પાર્ટીઍ સમગ્ર રાજ્યમાં પ્રદર્શન કર્યુ.*
– કિશોરભાઈ દેસાઈ,
પ્રદેશ પ્રમુખ, ગુજરાત રાજ્ય

*ગાંધી અને સરદારનું આ ગુજરાત બળાત્કારીઓનું એપિસેન્ટર બની રહ્યું છે.*
– ભેમાભાઈ ચૌધરી,
વરિષ્ઠ ઉપપ્રમુખ, આપ ગુજરાત

*નિર્દોષ બાળાઓ પિંખાઈ રહી છે અને રૂપાણી સરકારના પેટનું પાણી હલતું નથી.*
– ગોપાલ ઇટાલિયા,
પ્રદેશ ઉપાધ્યક્ષ, આપ ગુજરાત

ગુજરાતમાં રોજે રોજ બળાત્કારની ઘટનાઓ વધી રહી છે. છેલ્લા બે વર્ષ દરમ્યાન ૨૭૦૦ જેટલી બળાત્કારની ઘટનાઓ ઘટી છે. ઓક્ટોબર મહિના દરમ્યાન પણ લગભગ રોજે રોજ બળાત્કારની ઘટનાઓ જોવા મળી છે. ગાંધી અને સરદારના ગુજરાતને નલિયા કાંડના નરાધમોનું ગ્રહણ લાગ્યું હોય તેમ ગુજરાત બળાત્કારનું હબ બની રહ્યું છે તેવો આપ ગુજરાત વરિષ્ઠ ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરીએ આક્ષેપ કર્યો હતો.

નારી તુ નારાયણી વાળા ગુજરાતમાં નારી તુ રોજ હણાયી જેવો ઘાટ સર્જાયો છે અને ગુજરાત સરકાર નારી સુરક્ષા માટે તમામ પ્રકારના કડક પગલાં લેવામાં નિષ્ફળ નીવડી છે.
બળાત્કારના ભોગ તરીકે જ્યારે યુવાન બહેનો અને માતાઓની સાથે સાથે કુમળી વયની નિર્દોષ ફૂલ જેવી બાળકીઓ પણ પીખાઈ રહી છે અને તેઓનો અવાજ દબાવી દેવા હત્યાઓ પણ થઈ રહી છે, ત્યારે જરૂરી કડક કાયદા અને તેના અસરકારક અમલીકરણના અભાવે નિ:સહાય પ્રજાના આક્રોશનો બંધ ગમે ત્યારે તૂટી શકે તેવી ભીતિ સેવાઇ રહી છે.

ગુજરાતની પ્રજાને આજે સી પ્લેનની નહિ પરંતુ
નારી સુરક્ષા વાળા શી પ્લાનની તાતી જરુર છે.
( Sea Plane V/a She Plan )

સ્ત્રીઓનું વિવિધ પ્રકારે જાતીય શોષણ ગુજરાતમા સામાન્ય થઈ ગયું છે અને સાથે સાથે ગેંગરેપ કર્યા બાદ હત્યાઓ જેવા ઘાતકી બનાવો બની રહયા છે, તેવા કપરા સંજોગોમાં બેજવાબદાર વિપક્ષની જેમ ગુજરાત રાજ્યની આંખ આડા કાન કરનારી કોંગ્રેસનુ સંવેદનાહીન બેદરકાર રાજકીય વલણ અનેક સવાલો ઉભા કરે છે.

પરંતુ આમ આદમી પાર્ટી રાજ્યમાં કથળેલી કાયદા વ્યવસ્થાને લઈને ભાજપની સુતેલી ગુજરાત સરકારને જગાડવા કટિબદ્ધ છે.

બળાત્કારની ઘટનાઓ સમાજ માટે કોરોના જેટલી જ ગંભીર મહામારી છે અને જેમ બનાસકાંઠાના દિયોદર તાલુકામાં બન્યું, સાબરકાંઠાના હિંમતનગરના વિસ્તારમાં બન્યુ, જામનગરમાં બન્યું, ધ્રોલ વિસ્તારમાં બન્યું, વડોદરા જિલ્લામાં બન્યું તે આ ગાંધી સરદારના રાજ્ય માટે ઘૃણાસ્પદ ઘટના છે છતાં ગુજરાત સરકારના પેટનું પાણી પણ હલતું નથી તેવું આપ ગુજરાતના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલિયા એ જણાવ્યું હતું.

આટલુ હોવા છતા આજ રોજ સમગ્ર ગુજરાતમા આજે ભાજપની ગુજરાત સરકારે પોલીસને ઢાલ બનાવી આમ આદમી પાર્ટીના લગભગ ૫૦૦૦ શાંતિપ્રિય આગેવાનો અને કાર્યકરોને અટકાયત કરી, જેમા

અમદાવાદ ખાતે

ભેમાભાઈ ચૌધરી-ગુજરાત પ્રદેશ ઉપ પ્રમુખ,
અમજદભાઈ પઠાણ-અમદાવાદ શહેર પ્રમુખ,
પ્રચિતાબેન-અમદાવાદ શહેર મહિલા પ્રમુખ,
ગીતાબા પરમાર-અમદાવાદ શહેર મહિલા વરિષ્ઠ ઉપપ્રમુખ,
તુલીબેન બેનર્જી- મિડિયા પ્રમુખ (Women’s Wing) ગુજરાત પ્રદેશ

નવસારી ખાતે
કિશોરભાઈ દેસાઈ-ગુજરાત પ્રદેશ પ્રમુખ
શશીકાંત સોની-નવસારી જિલ્લા સંયોજક
ચન્દ્રકાન્ત રાણા-નવસારી જિલ્લા કો. સંયોજક
હરેશભાઇ નાસિત-નવસારી શહેર પ્રમુખ
ધીરજ પાઠક-ગણદેવી તાલુકા પ્રમુખ
કનુભાઈ-કાર્યકર્તા.
મહેશભાઈ બાપસ્ટિકર-કાર્યકર્તા
નગીનભાઈ-કાર્યકર્તા

આ માટે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની તમામ દીકરીઓને ન્યાય મળે તે માટે આહવાન આપ્યુ અને રાજયસ્તરે સરકારને આ બાબતે ગંભીર રીતે પગલાં લેવા માટે રૂપાણી સરકારને સૂચન કર્યુ તેવું પ્રદેશ પ્રમુખ કિશોરભાઈ દેસાઈએ જણાવ્યું હતું.

ડૉ ઇર્સાન ત્રિવેદી
મીડિયા કોઓર્ડીનેટર
આમ આદમી પાર્ટી
ગુજરાત
8140034567

મિલિંદ શાહ
કો મીડિયા કો-ઓર્ડીનેટર
આમ આદમી પાર્ટી
મીડિયા ટીમ ગુજરાત
9824036764

તુલી બેનર્જી
કો મિડિયા કો-ઓર્ડીનેટર
આમ આદમી પાર્ટી
મિડિયા ટીમ ગુજરાત
9909220002

TejGujarati