*પાંડવારા બત્તી / Callicarpa *ફરી કુદરતના ખોળે*? (Non-Fiction)*લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)*

ગુજરાત ભારત સમાચાર

30/10/2020

? *ફરી કુદરતના ખોળે*?
(Non-Fiction)

*લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)*
https://www.facebook.com/jagat.kinkhabwala
ઇમેઇલ: [email protected]
Mob. No. +91 98250 51214

*પાંડવારા બત્તી / Callicarpa tomentosa / Family: Verbenaceae (Verbena family)*
*પાન લીલું પણ તેનાથી જ્યોત પ્રગટે, પાંડવોની પાંડવારા બત્તી*

ખરેખર આ અજાયબ કુદરતની પાસે એટલો બધો ખજાનો છે કે બસ કલ્પના કરતા રહો, શોધો અને જેવી કલ્પના કરો તેવું કૈક મળી આવે. મહાભારતની પાંડવોની વાત આપણે જાણીયે છીએ. પાંડવો જયારે વનવાસમાં હતા ત્યારે અંધારામાં જંગલમાં આગળ વધવા માટે અને રાત્રિવાસમાં *પાંડવારા બત્તી સળગાવે અને અંધારામાં તેની જ્યોતથી તેમનું કામ થાય અને તે કારણે આ છોડનું નામ પાંડવારા બત્તી પડેલું છે.*
જી હા, *આવા છોડ વેસ્ટર્ન ઘાટ/ સહયાદ્રીના પશ્ચિમ ઘાટના સદાબહાર લીલાછમ જંગલોમાં તેમજ શ્રીલંકામાં થાય છે.* આ છોડ ૧૪૦૦ મીટર સુધીની ઊંચાઈ સુધી જંગલમાં અસ્તિત્ત્વ ધરાવે છે. સહયાદ્રીનો પશ્ચિમ ઘાટ ૧,૪૦,૦૦૦ ચોરસ કિલોમીટરના એરિયામાં પશ્ચિમ ભારતમાં બનાસકાંઠાથી શરુ થતી પર્વતમાળા છેક તામિલનાડું સુધીનો વિસ્તાર સમાવિષ્ટ થાય છે. તેના પાનના આગળના છેડા દિવેટ/વાટનાં આકારની હોય છે અને તેને સળગાવો એટલે વાટની જેમ લીલા તાજા પાનની જ્યોત પ્રગટે અને અજવાળું ફેલાવે અને તેનામાં જેટલી શક્તિ હોય ત્યાં સુધી અજવવાળું પાથરતી સળગ્યા કરે.

*તેની અંદર ફૂલ ઉગ્યા પછી જે ખાદ્ય દાળના બીજ/ દાણા/ beens થાય તે તૈલી હોય અને તેના થકી આ જ્યોત પ્રગટે.* આ દાણાં કાળા, ગોળ અને ચમકતાં હોય છે. તેના પાન, છેવાડેથી સામસામે દિશામાં હોઈ જ્યોત વધારે વિસ્તારમાં ફેલાય છે. હરિયાળી આ વનરાજી જીવશ્રુષ્ટિમાં અચંબો પમાડતી કેટકેટલી વિવધતા ભરેલી છે. તેના પાન છેડેથી અણીદાર હોય છે જયારે તેનો નીચેનો ભાગ વેલ્વેટ જેવા મુલાયમ હોય અને આ પાંદડા ૨.૫ સેન્ટીમીટરથી ૭.૫ સેંટિમીટર જેટલાં લાંબા હોય છે.

*ઉગ્યું પાંદડું*
*અજવાળે જીવન*
*જો પ્રગટાવો*
*હાઈકુ: જગત.કીનખાબવાલા*

આ વનસ્પતિ તામિલનાડુ, કન્નડ અને મલયાલીમાં જુદાજુદા નામથી ઓળખાય છે. સામન્ય રીતે ઋષિ મુનિઓ સાથે આ વનસ્પતિની ઓળખ સંકળાયેલી છે. આ છોડ તામિલમાં પાયેરાતી, કન્નડમાં આરતી ગીડા અને રીષીપથરી તેમજ કોંકણીમાં આયમસર તરીકે ઓળખાય છે. સંસ્કૃતમાં પ્રિયાંગુ અને મરાઠીમાં હેસૂર તરીકે ઓળખાય છે. આ છોડ ઉપર આછા જાંબલી રંગના હોય છે અને તેની આગવી ઓળખ Beautyberry તરીકે થાય છે. ફૂલનો ઉપયોગ તામિલનાડુમાં *આયનાર મંદિરમાં અને ભૈરાવર મંદિરમાં ભગવાનને ચઢાવવા* માટે થાય છે. ઘણાં લોકો હવે તેની આ અજાયબી લીધે બગીચામાં ઉગાડતાં થયા છે.

લગભગ ૧૫ ફૂટ સુધી ઊંચા થતા આ મધ્યમ ઊંચાઈના છોડ/વૃક્ષનો ઉપયોગ *વિવિધ આયુર્વેદિક ઉપચારમાં થાય છે.* તેનાં મૂળ ૫ ગ્રામ લઇ એક લિટર પાણીમાં ઉકાળો તો તાવના ઔષધ તરીકે વપરાય છે. ૧ ગ્રામ પાન ૨૦ મીલીલીટર પાણીમાં ઉકાળો તો લીવર/ યકૃતની તંદુરસ્તી સુધારવાનો રામબાણ ઈલાજ થાય છે. તેનાં થોડાક પાન દૂધમાં ઉકાળો અલ્સરની સારવાર માટે વપરાય છે જ્યારે આ એક હર્બ તરીકે “વૈ” આવતી હોય તેવા દર્દીની સારવાર માટે વપરાય છે.

*અનેરો જીવ*
*રસ્તો અંધકારનો*
*જીવ ઉજાળે*
*હાઈકુ: જગત.કીનખાબવાલા*

આમ આ એક અજાયબ છોડ કેટલી બધી વિવિધતાથી ભરેલો છે, થાય કે આપણે પણ ઉગાડીયે!

*આવો કુદરતના ખોળે,*નિરાંત અનુભવીએ.*
*સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*
Love – Learn – Conserve

TejGujarati