જામનગર પાસે આવેલ સૈનિક સ્કૂલ બાલાચડીમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી કરવામાં આવી.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત સમાચાર

જામનગર: સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર ખાતે 31 ઓક્ટોબર 2020 ના રોજ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ ની ઉજવણી કરવામાં આવી.

આ પ્રસંગે સ્કૂલના આચાર્ય ગૃપ કેપ્ટન રવીન્દર સિંહ, ઉપાચાર્ય લેફટન્ટ કમાન્ડર મનુ અરોરા, પ્રસાશનિક અધિકારી સ્કોડન લિડર મહેશ કુમાર અને સ્કૂલના તમામ કર્મચારીએ ‘રાષ્ટ્રીય એકતા ’ની શપથ લીધી હતી જ્યારે વિદ્યાર્થીઓએ ઓનલાઈન માધ્યમ દ્વારા ઘરેથી જ શપથ લીધી હતી.

આ મહત્વપૂર્ણ દિવસે ઓનલાઈન મોડ દ્વારા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓનલાઈન ક્વીઝ ઉપરાંત ધોરણ 6 અને 7 માટે સ્લોગન મેકિંગ સ્પર્ઘા, ધોરણ 8 માટે પોસ્ટર મેકિંગ સ્પર્ધા અને ધોરણ 9 માટે નિબંઘલેખન સ્પર્ધા જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

TejGujarati