પુનાવાલાનું કહેવું છે કે આ વર્ષે જ ડિસેમ્બર મહિના સુધીમાં કોરોનાની રસી તૈયાર થઈ જશે. જોકે વૅક્સિન બનીને તૈયાર થાય એ બાબત ઘણા ખરા અંશે બ્રિટનના ટેસ્ટિંગ અને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાની મંજૂરી પર આધાર રાખે છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બ્રિટનની ઑક્સફર્ડ યુનિવર્સિટી અને અન્ય દવા કંપની દ્વારા બનાવાયેલી રસી પર સંયુક્ત રીતે કામ થઈ રહ્યું છે ત્યારે પુનાવાલાનું કહેવું છે કે બ્રિટનમાં આ રસીની ઍડ્વાન્સ ટ્રાયલ ચાલી રહી છે.
તેમના મતે જો બ્રિટન ડેટા શૅર કરશે તો ઇમર્જન્સી ટ્રાયલ માટે સ્વાસ્થ્ય મંત્રાલય સમક્ષ અરજી કરવામાં આવશે. એને મંજૂરી મળતા જ ભારતમા રસીનું ટેસ્ટિંગ કરી શકાશે. આ ટેસ્ટિંગમાં સારાં પરિણામ મળ્યા તો ડિસેમ્બર મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહમાં ભારત પાસે કોરોના વૅક્સિન હશે
