અમદાવાદની સ્થાનિક પ્રજા અને બહારગામથી લોકો શહેરના મધ્યામાં ભદ્ર પ્લાઝા ત્રણ દરવાજા અને ઢાલગરવાડ કાપડ બજાર અને પાથરણા બજારમાં લોકો ખરીદી કરવા ઉમટી. – હબીબખાન અશરફી.

સમાચાર

દિવાળીના માંડ ગણત્રિના દિવસો બાકી રહેલ છે ત્યારે અમદાવાદની સ્થાનિક પ્રજા અને બહારગામથી લોકો શહેરના મધ્યામાં ભદ્ર પ્લાઝા ત્રણ દરવાજા અને ઢાલગરવાડ કાપડ બજાર અને પાથરણા બજારમાં લોકો ખરીદી કરવા ઉમડી પડ્યા છે. આ ભીડનો લાભ લઈ ગઠીયાઓ ને મહીલા પાકીટમાર ની ટોળકીઓ સક્રીય થઈ હોય ખરીદી કરવા આવતા લોકોની પર્સની અને માલસામાનની ચોરીઓના બનાવો બનતા હોય છે.
આથી આ બાબતને ધ્યાનમાં લઈ પાથરણા બજારના આગેવાનો, મહીલા પોલીસ અને કારંજ પોલીસ ના સહયોગથી ભદ્રકાળી મંદિર થી ત્રણ દરવાજા સુધી લાઉડ સ્પીકર લગાવામાં આવેલ છે. માઈક દ્વારા સતત લોકોને સાવચેત રહેવા અંગે તેમજ કોરોના જેવી બીમારીથી લોકોને સાવધ રહેવા અને સોશીયલ ડિસટન્સ રાખવા અને માસ્ક પહેરવા અંગે એનાઉન્સ કરવામાં આવી રહ્યું છે.
તા. ૩૦ ઓક્ટોબર, શુક્રવારના રોજ ઈસ્લામ ધર્મના પયગમ્બર મુહમ્મદ સાહેબ (સલ્લલ્લાહો અલયહે વ સલ્લમ) નો જન્મ દિવસ એટલે કે ઈદે મિલાદુન્નબી નો પર્વ છે. દર વર્ષે સમગ્ર વિશ્વ માં આ તહેવાર ધામધૂમ થી જુલુસ નીકાળીને ઉજવવામાં આવે છે. . પરંતુ કોરોનાનો કેર હજુ યથાવત હોવાથી સરકારશ્રી અને અમદાવાદ પોલીસ કમિશનરશ્રી ના જાહેરનામા મુજબ કોઈપણ જાહેર જગ્યા પર અને ધાર્મિક સ્થળો પર મોટી ભીડ એકત્ર કરવા પર પ્રતિબંધ કરવામાં આવેલ છે. તેમજ ધાર્મિક તહેવારોમાં મંદીર મસ્જીદના ટ્‌ર્‌સ્ટીઓ અને આગેવાનો ને પણ આ બાબતે સુચનાઓ અને સોશ્યલ ડિસ્ટન્સ અને એસઓપી ગાઈડલાઈન પર અમલ કરવા જણાવેલ છે. આ બાબતને ધ્યાનમાં લઈ ભદ્ર – ત્રણદરવાજા પાથરણા બજારના આગેવાનો દ્રારા ઈદેમિલાદ નીમીતે વધુ ભીડ એકત્ર ન થાય તે હેતુસર અમદાવાદ શહેરના મધ્યામાં ભદ્ર મંદીર થી ત્રણ દરવાજા સુધી આવેલા તમામ પાથરણા બજાર સ્વૈચ્છીક રીતે બંધ રાખવામાં આવશે.
વધુ માહિતી (આગેવાન, પાથરણા બજાર યાસીન ભાઈ – મો. ૯૩૭૭૩૦૭૫૧૨

ફોટો સ્ટોરી – હબીબખાન અશરફી

TejGujarati