*ધન્ય છે કાજલબાને..પુરવઠા અધિકારીએ ઓફિસના પટાવાળાને વિદાય પ્રસંગે પોતાની ખુરશી પર બેસાડી કર્યું સન્માન..*

સમાચાર

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના પુરવઠા અધિકારી શ્રીમતિ કાજલબાએ પોતાની ઓફિસના પટાવાળાના વિદાય પ્રસંગે કર્મચારીને પોતાની ખુરશી પર બેસાડી તેમનું બહુમાન કર્યું હતું. શ્રીમતિ કાજલબાએ કહ્યું કે કિરીટભાઈ જેવા કર્તવ્યપરાયણ કર્મચારીઓના સાથ સહકારને કારણે અધિકારીઓ જનસેવાના કામ સુપેરે પાર પાડી શકતા હોય છે. આવા મન તમામ અન્ય અધિકારીઓ પણ દાખવે તો ક્યાંય ભ્રષ્ટાચાર કે એકતરફી વલણ કર્મીઓમાં જોવા ન મળે અને કોઈ પણ કામનો તુરંત ઉકેલ આવે જેથી પ્રજા માટે અધિકારીઓ પ્રત્યેનું વલણ કાંઈક અલગ જ જોવા મળે.. કાજલબા દ્વારા કરવામાં આવેલ કાર્ય ખરેખર સરાહનીય છે…

TejGujarati