દેડીયાપાડા વિસ્તારમાં રસ્તાના ખાતમૂહર્ત કાર્યક્રમમાં દારૂથી અભિષેક કરવાના મામલે સાંસદ મનસુખ વસાવાની નારાજગી સામે વિવિધ રાજકીય પક્ષના આદિવાસી આગેવાનો પણ સામે આવતા રાજકીય ગરમાવો.

સમાચાર

દેડીયાપાડા વિસ્તારમાં રસ્તાના ખાતમૂહર્ત કાર્યક્રમમાં દારૂથી અભિષેક કરવાના મામલે સાંસદ મનસુખ વસાવાની નારાજગી સામે વિવિધ રાજકીય પક્ષના આદિવાસી આગેવાનો પણ સામે આવતા રાજકીય ગરમાવો.

સાંસદ મનસુખ વસાવા અને બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવા આમને-સામને

સોશિયલ મીડિયામાં આદિવાસી આગેવાનો રાજકીયવોર શરૂ થયું.

મોટાભાગના આદિવાસી આગેવાનોએ અને આદિવાસીઓની પરંપરિક પૂજા અને પરંપરા હોવાનું જણાવી એમાં કાંઈ ખોટું નથી એમ જણાવ્યું.

તો સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે હું તો વર્ષોથી દારૂ નો વિરોધ કરું છું જો આદિવાસી સમાજને સુધારવા નો હોય તો આ વ્યસનની બદીમાં થી મુક્ત કરાવવું પડશે.

બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવાએ આદિવાસીઓનું અને દેવમોગરા માતાનું મનસુખ ભાઈ ને અર્પણ કર્યું હોવાનું જણાવ્યું.

રાજપીપળા,તા.29

દેડીયાપાડા વિસ્તારમાં રસ્તાઓના ખાત મુહૂર્ત કાર્યક્રમમાં ખાતમુહર્ત વખતે દેડિયાપાડામાં ધારાસભ્ય અને માજી વન મંત્રી તથા જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત ભાજપ, બીટીપી અને કોંગ્રેસના આગેવાનોની હાજરી ખાખરાના પાન દ્વારા દેશી દારૂ વડે અભિષેક કર્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પૂજનવિધીમાં દારૂનો ઉપયોગ થવાના મામલે ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે કાર્યક્રમમાં ગેરહાજર રહેલા સાંસદ મનસુખ વસાવાએ ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં અને નર્મદાના આદિવાસી વિસ્તારમાં સરકાર અને સામાજિક સંસ્થાઓ વ્યસન મુક્તિ ના કાર્યક્રમો કરતા ત્યારે રસ્તાઓના કામોમાં દારૂથી અભિષેક કરવા સામે નારાજગી વ્યક્ત કર્યા પછી આ મુદ્દો આદિવાસી સમાજમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે એક પછી એક આદિવાસી નેતાઓની અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
જેમાં સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે હું તો વર્ષોથી દારૂ નો વિરોધ કરું છું,જો આદિવાસી સમાજને સુધારવાનો હોય તો આ બધી વ્યસનમાંથી મુક્તિ કરાવવું પડે. આદિવાસી સમાજને સુધારો હોય તો આને કરવું પડે, આદિવાસી તો મારું સમર્થન કરે છે. 6 ટર્મ સુધી હું ચૂંટાવું છું. આદિવાસીઓ જ મત આપે છે. તમામ લોકો ની ડીપોઝીટ ગઈ છે. એમ જણાવી બીટીપી આગેવાનો સામે પ્રહારો પણ કર્યા હતા. પાણીથી, દૂધથી અભિષેક કરો પણ દારૂથી તો અભિષેક ના થાય ને અગાઉ થતું હતું, પણ મારી હાજરી હોય તો નહોતો થવા દેતો.
જ્યારે ભૂમિ પૂજન કાર્યક્રમમાં હાજર રહેલા દેડિયાપાડાના ધારાસભ્ય બીટીપી ના મહેશ વસાવાએ જણાવ્યું હતું કે અમારે તો એને દારૂમાં ગણતરી નથી જ થતી આ કોઈ દારૂ નથી. મહુડાની હર્બલ દવા છે.ટ્રાયબલ માટે આદી અનાદીકાળથી અમારી દેવમોગરા માતા ને આદિવાસી સમાજ પૂછે છે. મનસુખભાઈ પણ આદિવાસી છે. લોકડાઉન પહેલા કોલવાણના પુલ પણ જે પરંપરાગત રીતે વર્ષોથી દેવમોગરા માતા ને પણ મહુડા નો દારુ ચઢાવી છે, મહુડાના ફૂલ નો દારૂ પ્રકૃતિને ચઢાવવો એ આદિવાસીઓની પરંપરા છે. દારૂનો છાક પડવાની પરંપરાનો મનસુખભાઈ એ વિરોધ કરી દેવમોગરા માતાનું અને આદિવાસી સમાજનું અપમાન કર્યું છે.તેનાથી આદિવાસીઓ ની ધાર્મિક લાગણી દુભાઈ છે. ગયા વર્ષે સાગબારા તાલુકાના કોલવણના રોડ-રસ્તાઓનું ખાતમુરત માં સાંસદ પોતે હાજર હતા, ત્યારે પણ મહુડાના દારૃનો અભિષેક કર્યો હતો. ત્યારે કેમ વિરોધ નહોતો કર્યો. સંસદ તરીકે છોટુભાઈ પર એટેક કરવા માટે આવો વિરોધ કરવાથી શું થવાનું છે.
મહુડા માંથી તેલ નીકળે છે, છતાં લોકો તેલ ખાય છે ? મહુડાના ફૂલમાંથી જ દારુ બને છે. ચોખામાંથી પણ દારૂ બને છે. ચોખામાં પણ આલ્કોહોલ છે, તો ચોખા શું કામ ખાવ છો ? ગોળ ખાંડ માંથી પણ દારૂ બને છે તો પછી શું કામ પીવો છો ?
જ્યારે હાજર રહેલા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન બહાદુર વસાવાએ તો સંસદને આડે હાથે લેતા જણાવ્યું હતું કે આદિવાસીઓમાં સુખ-દુઃખ લગ્ન અને મરણ આ બધા પ્રસંગોમાં પરંપરાગત રીતે દારૂનો ઉપયોગ થાય છે. અને રસ્તાનું ખાતમુરત એ શુભ પ્રસંગ છે. એમાં દારૂથી અભિષેક કરે તો એમાં કંઈ ખોટું નથી, એનો વિરોધ કરવો એટલે આદિવાસી સમાજનો વિરોધ કરવો બરાબર છે.કોલવાણ રસ્તા ના ખાતમુહૂર્ત સાંસદ સહીત બધાની હાજરીમાં દારૂથી અભિષેક થયો હતો, ત્યારે તેનો કેમ વિરોધ થયો ન હતો ?
જોકે આ અંગે હાજર રહેલા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ભાજપના મંત્રી શંકર વસાવાએ દારૂની છાટ પાડી કરેલ પૂજનને આદિવાસીઓની પરંપરા હોવાનું જણાવ્યું હતું.મંડાળા, કોકટીશીશા, ફુલસર ના આરસીસી રસ્તાઓનું ખાતમુહુર્ત કર્યું હતું. તેમાં અભિષેક કરેલ તેમાં કંઇ ખોટું નથી કારણ કે આદિવાસીની સંસ્કૃતિ અને પરંપરા છે.આ અગાઉ સાગબારા ખાતમુરત કાર્યક્રમમાં સાંસદ હાજર હતા, જ્યાં પણ આ વિધિ થઇ હતી. આદિવાસી એકતા દિવસના દિવસે કાર્યક્રમમાં દેવમગરાના ફોટા મૂકી મંત્રી અને આગેવાનોએ દારૂની શાખ પાડી પૂજન કર્યું છે. ગયા વર્ષે પણ વિધિ થઇ હતી, એમાં કાંઈ ખોટું નથી.
જોકે હાજર રહેલા પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય મોતી વસાવાએ બધાથી અલગ નિવેદન આપ્યું કે ખાતમુરત કાર્યક્રમમાં અભિષેક કરવા માટે દારૂ ન હતો વપરાયો પણ એ પ્રવાહી ગોળનું શરબત હતું આ નિવેદનથી ભાજપના જ આગેવાનોમાં આશ્ચર્ય સર્જાયું હતું.
જ્યારે નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ ડો.કિરણ વસાવાએ જણાવ્યું હતું કે બંધારણીય સભાના સભ્ય જયપાલસિંહ મુંડાએ આદિવાસીની મહુડાના ફૂલની ચોખવટ કરતા જણાવેલ કે જેમ હિન્દૂ શાસ્ત્ર માં નાળિયેર અગરબત્તી ઉપયોગમાં થાય છે, મુસ્લિમમાં ચાદર-ધૂપ એમ આદિવાસીઓ મહુડાનાં મહુઆ નો ઉપયોગ કરે છે. એને બંધારણમાં માન્યતા આપી હતી છે. ત્યારે આદિવાસીઓની રીતરીવાજ પરંપરા ને કોઈ ખોટી બનાવે એ આદિવાસીઓ નું અપમાન કહેવાય.
જ્યારે આદિવાસી એકતા પરિષદ ના કન્વીનર શાંતિ કર વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજના લોકો અને નેતાઓ વડીલો પણ દેવમોગરા માતાની પૂજામાં આદિવાસી દિવસની ઉજવણી પણ પરંપરા મુજબ કરે છે તેમાં અર્કનો ઉપયોગ સરકારી કામોમાં પણ થયો છે.

રિપોર્ટ : દીપક જગતાપ, રાજપીપળા

TejGujarati