સરકારે મુસાફરોને આકર્ષવા માટે હવે ભાડામાં ધરખમ ઘટાડો કરવાની જાહેરાત કરી. પ્રવાસીઓમાં આનંદની લાગણી.

સમાચાર

સરકારે મુસાફરોને આકર્ષવા માટે હવે ભાડામાં ધરખમ ઘટાડો કરવાની જાહેરાત કરી. પ્રવાસીઓમાં આનંદની લાગણી.

ઉહાપોહ થયા બાદ સી પ્લેનનું ભાડું રૂ. 4800 થી ઘટાડી રૂ.1500 કરાયું.

હવે હવે સામાન્ય માણસ પણ હસી પ્લેનમાં મુસાફરી કરી શકશે.

રાજપીપળા,તા. 29

31મી ઓક્ટોબરે વડાપ્રધાન મોદી કેવડીયા રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણી માટે બે દિવસની મુલાકાતે આવવાના છે. ત્યારે પહેલીવાર પીએમ સી પ્લેનમાં કેવડીયા ઉતરશે. બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંગેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.વડાપ્રધાન મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારી પાર્ક, ક્રુઝ બોટ સહિત અન્ય પ્રોજેક્ટોની સાથે સી પ્લેનનું પણ ઉદ્ઘાટન કરવાના છે. અમદાવાદ થી કેવડીયા સુધી દિવસમાં બે વખત સીપ્લેન ઉડાન ભરશે. તેના પછી મુસાફરોના પ્રતિસાદના આધારે ઉડ્ડયનની સંખ્યા વધારવામાં આવશે.

જોકે અગાઉ કેવડિયા થી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ સુધીનું સીપ્લેનનું ભાડું 4800 નક્કી કરવામાં આવ્યું હતું. જે લોકોને ખાસ કરીને સામાન્ય જનતાને મોંઘું લાગતું હતું. આટલા વધુ ભાડા અંગે ઊહાપોહ થતાં સરકારને મળેલી બેઠકમાં મુસાફરોને આકર્ષવા માટે સી ભાડું ઘટાડીને 1500 રૂપિયા કરવામાં આવ્યું છે. જેનાથી સામાન્ય જનતા પણ અને પ્રવાસીઓ આનંદનું મોજું ફરી વળ્યું છે. હવે સામાન્ય માણસ પણ સી પ્લેનની સફર કરી શકશે. સ્પાઇસ જેટનું સીપ્લેન દિવસમાં 2 ઉડાન ભરશે. સીપ્લેન માટે 30 મી ઓક્ટોબરથી બુકિંગ કરી શકાશે. સી પ્લેનના બુકિંગ વેબસાઈટ પરથી થઇ શકશે.

રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા

TejGujarati