પ્રાઈમ નવરાત્રી વર્ચ્ર્યુઅલ રાઈડનું પરીણામ જાહેર.

ઓટોમોબાઇલ કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

પ્રાઈમ નવરાત્રી વર્ચ્ર્યુઅલ રાઈડનું પરીણામ જાહેર
ચલો ચલે પ્રકૃતિ કી ઓર દ્વારા કોરોના મહામારીમાં નવરાત્રી પર્વ પર સાયકલિંગ પ્રમોશન માટે ૧૯ થી ૨૫ ઓક્ટોબર ૨૦૨૦ દરમ્યાન આયોજિત પ્રાઈમ નવરાત્રી વર્ચ્યુઅલ રાઇડમાં બે મહિલાઓ સહિત ગુજરાતના ૩૫ સાયકલિસ્ટોએ ભાગ લીધો હતો.
રાજ્યભરમાં પ્રચલિત વિકલી રાઈડમાં મહેશ પ્રજાપતિ-૧૨૮૧.૯ કીમી સાથે પ્રથમ નંબર હાસિલ કરીને પ્રાઈમ ચેમ્પિયનનો ખિતાબ પ્રાપ્ત કર્યો છે. દ્વિતીય સ્થાને અજય સોની-૯૮૭.૮ કીમી અને તૃતિય સ્થાને સંદિપ મોઢ-૪૬૮.૪ કીમી રાઈડ કરીને રહ્યા છે. ટોપ સેવનમાં ચોથા ક્રમે અવધ પટેલ ૩૭૫.૪ કીમી, પાંચમાં ક્રમે દિપક પટેલ ૩૬૨.૬ કીમી, છઠ્ઠા ક્રમે ડો. મહેશ સાવલિયા ૩૨૫.૭ કીમી જ્યારે સાતમા ક્રમે નિધી સોરઠિયા ૩૨૦.૬ કીમી રાઈડ કરીને લેડી આર્યનનો ખિતાબ પ્રાપ્ત કર્યો છે.
પ્રાઈમ ઈલેક્ટ્રોનિક્સ તરફથી પ્રાઈમ ચેમ્પિયન અને લેડી આર્યનને ટ્રોફી તેમજ ટોપ સેવનને ઈનામ આપવામાં આવશે. યુથ હોસ્ટેલ્સ બાપુનગર તરફથી ટોપ થ્રીને ટ્રોફી આપવામાં આવશે. ટોપ સેવનને હિલટાઉન, બાલાજી રીયાલીટી તરફથી સ્ટેચ્યુ ઓફ યુનિટિની પ્રતિમા અને હે બેબી જીયાણા સ્ટોર્સ તરફથી ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ રાઈડમાં કુલ ૨૫ સાયકલિસ્ટોએ ૧૦૦ કીમી કરતાં વધુ રાઈડ કરી છે. રાઈડ કરનાર દરેક સાયક્લીસ્ટને ઈ-સર્ટિફિકેટ મોકલવામાં આવ્યા છે, આ માહિતી સંસ્થાના મુખ્ય પ્રયોજક મુકેશ સાયક્લિસ્ટ જણાવે છે.Mukesh Cyclist.

TejGujarati