નર્મદાના થપાવી ગામે ગળેફાંસો ખાઇને આપઘાત કરવા જતા પાટી તૂટી જતા જમીન પટકાતા ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન ઇસમનું મોત.

ગુજરાત સમાચાર

નર્મદાના થપાવી ગામે ગળેફાંસો ખાઇને આપઘાત કરવા જતા પાટી તૂટી જતા જમીન પટકાતા ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન ઇસમનું મોત.
રાજપીપળા,તા.26
નર્મદાના થપાવી ગામે ગળેફાંસો ખાઇને આપઘાત કરવા જતા પાટી તૂટી જતા જમીન પટકાતા ગંભીર ઇજા થતાં સારવાર દરમ્યાન ઇસમનું મોત નીપજ્યું છે.
જેમાં આ અંગે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ મરનાર રાજેશભાઈ રતિલાલભાઈ વસાવા (રહે, થપાવી, નિશાળ ફળિયુ )એ તા.14 /10 /20ના રોજ પોતાના ઘરે પોતાની જાતે નાયલોનની પાટી ના વડે ઘરના માળા ઉપર ચઢી લાકડા સાથે પાટી બાંધી ગળેફાંસો ખાઇ જતા ચકચાર મચી જવા પામી હતી. જોકે પાટી તૂટી જતા જમીન પર પડતા રાજેશભાઈને દેડીયાપાડા સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર કરાવી,વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરેલ.રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ વધુ સારવાર માટે એસએસજી હોસ્પિટલ વડોદરા રીફર કરાતા વડોદરા એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું.આ અંગેની ખબર ગોપાલભાઈ રતિલાલભાઈ વસાવા (રહે, થપાવી નિશાળ ફળિયું) એ પોલીસને આપતા પોલીસે અકસ્માત મોત ગુનાની ફરિયાદ નોંધી દેડીયાપાડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા

TejGujarati