અમદાવાદનાં રીક્ષાવાળા. ઉદય જાદવ.

ઓટોમોબાઇલ કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

આજ રોજ એક એવા અમદાવાદી સેવા ભાવી વ્યક્તિ *માનનીય શ્રી ઉદયભાઈ જાદવ (અમદાવાદ નો રીક્ષાવાળો) એ રાઘે-રાઘે પરીવાર ની શુભેચ્છા મુલાકાત લીધી . તે ઓ વર્ષ 2010 થી એક “નવા અને સારા વિચાર” જેવો કે “Spread Love and Help People” સાથે ચાલુ થયેલી “અમદાવાદ નો રીક્ષાવાળો” સફર હજુપણ યથાવત છે. ઉદયભાઈ ના આ જઝબાને સલામ. અત્યાર સુધી એમની રીક્ષામાં અમિતાભ બચ્ચન, મોરારીબાપુ, કાજોલ, ચેતન ભગત, પરેશ રાવલ (પુર્વ સાંસદ), આનંદીબેન(પુર્વ મુખ્યમંત્રી), ઓમપ્રકાશ કોહલી(પુર્વ રાજયપાલ, ગુજરાત સરકાર), આશા પારેખ, દીપકભાઈ(દાદાભગવાન મંદિર) જેવા અનેક Celebrity બેસી ને અમદાવાદ ની સફર કરી છે. હનુમાનજી ની મૂર્તિ અને સીતારામ ની સાલ મોરારીબાપુ તરફથી આશીર્વાદ રૂપે મળેલ છે. ઉદયભાઈ હાલતા ચાલતા Motivational Guru જ છે. તેમની પાસે થી આપણ ને ધણું બધુ શિખવા મળે છે. અને આજે તો તેમની રિક્ષા માં સફર અને સાથે સાથે ભોજન કરવાનો પણ અનેરો આનંદ મળ્યો..

कम ही सही लेकिन इंसानियत का नमूना आज भी देखने को मिल ही जाता है। ऑटो रिक्शा चालक उदय भाई इसी इंसानियत का एक जीता-जागता उदाहरण हैं…

ગાંધીજીની કર્મભૂમિ એવા અમદાવાદના એક અનોખા રીક્ષા ચાલક જે ગાંધીજીના મૂલ્યો અને સિદ્ધાંતોને અનુસરીને લોકોની યથાશક્તિથી લોકોની સેવા કરે છે. અમદાવાદના આવા અનોખા વ્યક્તિત્વ ધરાવતા રીક્ષા ચાલક માનનીય ઉદયભાઈ જાદવ ને દિલથી વંદન..

અંતે તેમને સ્નેહી પત્રકાર પોઝિટિવ સ્ટોરીના લેખક રમેશભાઈ તન્ના લિખિત સમાજની સંવેદના પુસ્તકમાં ગુજરાત ભરથી 70 સમાજ નાયકો જેમાં રાધે-રાધે પરીવાર ગ્રુપ ગાંધીનગર ને સ્થાન આપવામાં આવ્યું છે. એ સમાજની સંવેદના પુસ્તક તેમને રાધે-રાધે પરીવાર તરફથી ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું.

જય હિંદ.

TejGujarati