આજનાં મુખ્ય સમામાર.

ઓટોમોબાઇલ કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રાજનીતિ સમાચાર

ગાંધીનગર ખાતે દશેરા પર્વ નિમિત્તે વીરકુમારે તેમના નાનાજી ના નિવાસ સ્થાને શસ્ત્રપૂજા કરી*
ગાંધીનગર: દશેરા પર્વ પર શસ્ત્રપૂજાનું ઘણું મહત્વ રહ્યું છે જેના પગલે દશેરાના પાવન પર્વ નિમિત્તે ગાંધીનગર ખાતે દશેરા પર્વ નિમિત્તે વીરકુમાર હેમનાણીએ તેમના નાનાજી ના નિવાસ સ્થાને શસ્ત્રપૂજા કરી હતી. આમતો ઘરમાં તલવારની પૂજા દર વર્ષે વીરકુમારે ના નાનાજી કરે છે. પરતું આ વર્ષે નાનાજીની જગ્યાએ પોતે બેસીને જાતે ધાર્મિક વિધિ પ્રમાણે વિધિસર પૂજા અર્ચના કરી હતી આ પ્રસંગે રાજ્ય સરકારની સોશિયલ ડિસ્ટન્સ ગાઈડલાઇન નો ચુસ્ત પણે પાલન પણ કરવામાં આવ્યું હતું.

*મુખ્યમંત્રી નિવાસ્થાને દશેરાના પર્વ નિમિતે કરાયું શસ્ત્ર પૂજન*
ગાંધીનગર સ્થિત નિવાસ્થાને દશેરાના પર્વ નિમિતે શસ્ત્ર પૂજન કરાયુ. મુખ્યમંત્રી સીક્યુરીટીના જવાનો સાથે આ પૂજન કર્યુ. જેમાં અત્યાધુનિક હથિયારો પણ પુજનમાં રખાયા હતા 2003 થી સીએમ નિવાસસ્થાને શસ્ત્ર પૂજનની પરંપરા ચાલુ કરાઇ છે.

*દશેરા પર્વ નિમિત્તે સુરત પોલીસ દ્વારા શસ્ત્રપૂજા*
સુરત દશેરા પર્વ પર શસ્ત્રપૂજાનું ઘણું મહત્વ રહ્યું છે, જેના પગલે દશેરાના પાવન પર્વ નિમિત્તે શહેર પોલીસ દ્વારા અઠવાલાઇન્સ સ્થિત પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શસ્ત્રપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર પોલીસ કમિશનર દ્વારા ધાર્મિક વિધિ મુજબ શસ્ત્રપૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેર પોલીસ કમિશનરે પ્રજાને સુરક્ષા પુરી પાડવાની ખાતરી આપી હતી

*બિહાર-અમેરિકામાં રસીનું રાજકારણ*
અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી આડે થોડા જ દિવસો રહ્યા છે, ત્યારે કોવિડ-19ની મહામારીને નાથવાની પોતાની યોજના જાહેર કરતાં ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર જો બાઇને પ્રેસિડન્ટ તરીકે ચૂંટી આવશે તો તમામ અમેરિકન્સને મફતમાં કોવિડ-19ની રસી આપવાનું વચન આપ્યું હતું. બિહાર વિધાનસભાની ચૂંટણી ઢંઢેરામાં બીજેપીએ પણ તમામ લોકોને મફતમાં રસી આપવાની વાત કરી છે.
*
*ફેબ્રુઆરી સુધીમાં કોરોનાની વેક્સિન આવશે: CM રૂપાણી*
વડોદરા પાસે 5 લાખ ચોરસ મીટર જમીન પર આકાર લેનારા સરદાર ધામ-મધ્ય ગુજરાત પ્રોજેક્ટનો CMએ પ્રારંભ કરાવ્યો નાયબ મુખ્યમંત્રી ઓનલાઇન કાર્યક્રમમાં જોડાયા 100 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ સાકાર કરાશે જમીન કપાતમાં રાહત આપીને સરકારે પ્રોજેક્ટમાં 50 કરોડનું યોગદાન આપ્યું એવો હિસાબ હું કરતો નથી રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધીમાં કોરોનાની વેક્સિન આવશે
*
*રણછોડરાય મંદિરને 1,11,11,111 માતબર દાન*
એક કરોડ અગિયાર લાખ અગિયાર હાજર એકસો અગિયારનો ચેક પ્રભુના ચરણે અર્પિત કર્યોપ્રભુએ આપેલું કંઈક પ્રભુને અર્પણ કરવાની રાજુભાઈ પટેલની ઇચ્છા હતી પણ એ પહેલા અવસાન થયું ડાકોર મંદિરના પ્રથમવાર એક કરોડથી વધુની રકમનું રોકડ દાન ચેક દ્વારા આવ્યું
*
*ઓસવાલ ફરસાણને સોલિડ વેસ્ટ ખાતાએ માર્યુ સીલ*
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આશ્રમ રોડ પર આવેલા ઓસવાલ ફરસાણને સીલ મારવામાં આવ્યું. ગ્રાહકોની ભીડ જોવા મળી. સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું ન હોવાથી કોર્પોરેશન દ્વારા સીલીંગ પ્રક્રિયા કરવામાં આવી હતી
*
*દુબઈથી આવતા મુસાફર પાસેથી ઝડપાયા અધધ મોબાઈલ*
અમદાવાદ એરપોર્ટ પર આઈફોનની દાણચોરી ઝડપાઇ છે. દુબઈથી આવેલા મુસાફર પાસેથી ઝડપાયા 54 નંગ આઈફોન-12 ઝડપાયો હતો. આશરે 47 લાખની કિંમતના આઈફોન એરપોર્ટ કસ્ટમ વિભાગે પકડ્યા છે.
*
*તહેવારોની ખરીદીમાં વોકલ ફૉર લોકલનો સંકલ્પ યાદ રાખજો*
કોરોના કાળમાં હજુ પણ બીજા ઘણા તહેવારો આવશે આ દરમિયાન પણ આપણે સંયમથી રહેવાનું મોદીએ ‘મન કી બાત’ નરેન્દ્ર મોદી એપ પરથી સંબોધિત કર્યા હતા
*
*દલિત બાળકી પર બળાત્કાર રાહુલ ગાંધી કેમ ચૂપ?*
બિહારથી સ્થળાંતર કરીને પંજાબના ટાંડામાં રહેવા ગયેલા પરિવારની છ વર્ષની બાળકીના બળાત્કાર અને હત્યાના કેસ પર બીજેપીએ કૉન્ગ્રેસ પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા. બીજેપીએ પ્રશ્ન કર્યો હતો કે તેના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ હજી સુધી પીડિતાના પરિવારની મુલાકાત કેમ નથી લીધી.
*
*મહેશ-નરેશ બંધુ બેલડી ખંડિત મહેશ કનોડિયાનું નિધન*
ગાંધીનગર ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને પાટણના પૂર્વ લોકસભા સાંસદ મહેશ કુમારનું લાંબી માંદગી બાદ 83 વર્ષની વયે ગાંધીનગર ખાતે નિધન થયું છે. તેઓ ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર નરેશ કોનડિયાના મોટાભાઈ હતા. મહેશ-નરેશ નામે મ્યૂઝિકલ કાર્યક્રમો દેશ અને વિદેશમાં આપ્યા હતા.
*
*માસ્ક નથી પહેર્યો? તો દંડ ભરો, નહીંતર રસ્તો સાફ કરો*
મુંબઇ: શહેરમાં કોરોનાના વધતા પ્રસારને ધ્યાનમાં રાખતા જાહેર સ્થળો પર માસ્ક પહેરવા ફરજિયાત કરવામાં આવ્યા છે. માસ્ક ન પહેરવા બદલ મુંબઇ મહાનગરપાલિકા દ્વારા ૨૦૦નો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. તેમાં પણ ઘણા લોકો ખોટી દલીલો કરીને દંડ ચૂકવી ન રહ્યા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. આ બાબતોને ધ્યાનમાં રાખતા નિયમનો ભંગ કરનારા નાગરિકો રૂ. ૨૦૦ ભરવા તૈયાર ન થાય તો તેમની પાસેથી એક કલાક સુધી રોડ સફાઇ કરવાની સજા આપવામાં આવશે, એવું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.
*
*ઉત્તર પ્રદેશમાં રાવણનું દહન પહેલા રાવણનું અપહરણ*
ઉત્તર પ્રદેશમાં વિખ્યાત અલીગઢમાંથી સરયૂ પાલ રામલીલામાં રાવણનું દહન થાય તે પહેલા જ કોઈ રાવણનું અપહરણ કરી ગયા છે. જ્યાં રાવણનું પૂતળૂ ગાયબ થઈ ગયુ છે. આ વાત ભલે આપને થોડી અટપટી લાગે, પણ કમિટિ હજૂ પણ સમજી શકી નથી કે, આખરે કોઈ રાવણનું પૂતળૂ શા માટે ઉઠાવી ગયા. કહેવાય છે કે, રવિવારના રોજ બપોરના સમયે કારીગરો પૂતળૂ લઈને ફરાર થઈ ગયા છે.
*
*ગુજરાતના જૂનાગઢમાં રોપ વે કમાણીનું સાધન*
જૂનાગઢનું ટુરિઝમ હવે બહારના લોકોથી ઉભરાશે. કેમકે સ્થાનિક કે ગુજરાતના લોકો માટે તો જાણે હવે રોપવેમાં કોઇ જગ્યા જ નથી રાખવાની તેવા ઉંચા ભાવ રખાયા હોવાનો અહેસાસ જૂનાગઢ આવનારા યાત્રિકોને થવા લાગ્યો છે. કેમકે રોપવેના જે રીતે ઉંચા ભાડા રખાયા છે તે ભાવ સાંભળીને સામાન્ય પરિવારને ટાઇઢ ચઢી જાય તેવું છે.
*
*વડોદરા પાણીગેટ વિસ્તારમાં હથિયારો સાથે જૂથ અથડામણ*
પાણીગેટ વિસ્તારમાં આવેલા બાવામાનપુરામાં જૂથ અથડામણ થઇ હતી. હથિયારો સાથે થયેલી મારામારીમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે એકની હાલત ગંભીર છે. પાણીગેટ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મકાનના રૂપિયાની લેતી દેતીની બાબતે મારામારી થઈ હોવાનું બહાર આવ્યું હતું.
*
*ગુજરાત મહાનગરોમાં ૨૭,૨૬૯ પાસે ફાયર એનઓસી નથી*
અમદાવાદ: ગુજરાતની અમદાવાદ સહિત આઠ મહાનગરપાલિકા વિસ્તારોના ૪૮,૪૧૦ બિલ્ડિંગમાંથી ૨૭,૨૬૯ પાસે ફાયર એનઓસી નથી. અમદાવાદમાં ૨૭,૩૨૨ બિલ્ડિંગમાંથી ૧૮,૯૧૨ પાસે એનઓસી નથી.અત્યાર સુધીમાં મંજૂર થયેલી અને ખાલી પડેલી કુલ ૬૭૨ ફાયર ઓફિસર્સ સહિતની જગ્યા પર ભરતી કરવાના આદેશ કરી દેવામાં આવ્યા છે
*
વિપક્ષ સત્તામાં આવશે તો ૩૭૦ કલમ ફરી લાગુ કરશે : મોદી
બિહાર ચૂંટણીમાં વડા પ્રધાનની એન્ટ્રી ત્રણ રૅલીઓ કરી, વિપક્ષ પર વરસ્યા, લાલ ટેન કા જમાના ગયા હવે બિહાર અંધકારથી પ્રકાશ તરફ આગળ વધી રહ્યું છે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારની ચૂંટણી માટે ત્રણ જગ્યાએ રૅલી યોજી હતી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •