કિશોર ઇન્સ્ટિટ્યૂટના 1 હજારથી વધારે વિદ્યાર્થીઓએ ઓનલાઇન ઇ-મહા આરતી અને ઝૂમ ગરબાની મોજ માણી ગરબે ઝૂમ્યા..

ગુજરાત ભારત સમાચાર

ગાંધીનગર: વૈશ્વિક મહામારી કોરોનાને કારણે નવરાત્રી ઉત્સવ પ્રસંગે કેટલા સરકારી બંધન હોવા છતાં એક કલાક માટે આરતી વગેરેની છૂટ માં લોકો આરતી સ્થાપન અને ગરબા કરી ઝડપથી આટોપી લેતા હોય છે , આવા માહોલ વચ્ચે પણ ગાંધીનગરની અગ્રણી શૈક્ષણિક સંસ્થા કિશોર ઇન્સ્ટિટયૂટ દ્વારા ૨૩મીએ રાત્રે ઝૂમ રાત્રીમાં ઓનલાઇન ગરબાનું આયોજન કરાયું જેમાં ગુજરાતના વિવિધ સ્થળોના એક હજારથી વધુ વિદ્યાર્થીઓએ પોતાના પરિવાર અને નજીકના મિત્ર વર્તુળ સાથે નવરાત્રી ગરબા પોતાના ઘરેજ મોજ માણી હતી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નવરાત્રી મહોત્સવ પ્રસંગે આઠમા નોરતે ઓનલાઇન મહાઆરતી અને ગરબાનું આયોજન કરાયું હતું .

ગુજરાતના કચ્છ, પંચમહાલ, આણંદ, અમદાવાદ, મહેસાણા, દાહોદ, વલસાડ, બનાસકાંઠા, સાબરકાંઠા, અને અરવલ્લી વગેરે જિલ્લામાં કિશોર ઇન્સ્ટિટયૂટના વિદ્યાર્થીઓ પથરાયેલા છે જેમણે પોત પોતાના *ઘરે બે થી પાંચ પેઢીના* આબાલ વૃદ્ધોએ એકસાથે નિર્ભય રીતે ગરબાની મોજ માણી હતી, કોઈ ઘરમાં તો કોઈ ધાબા ઉપર ,કોઈ બહાર ચોકમાં તો કોઈ ઝૂંપડામાં પણ નવરાત્રી ગરબાની મોજ માણવા સહુએ ઘરનું ફુલહાર, રંગીન છત્રીઓ, વિવિધ રંગી લાઇટ્સ વગેરેથી સુશોભન કરી, નવરાત્રી ને અનુરૂપ કેડીયા, પાગડી, ચણિયાચોળી વગેરે વસ્ત્રોમાં સજ્જ થઈ સ્પીકરો ગોઠવી ગરબા ગાયા અને ઝૂમ્યા – નાચ્યા હતા, ઘરમાં જ ગરબા હોવાથી કેટલાક વડીલો ઘરમાં જ પહેરવાના વસ્ત્રોમાં પ્રેક્ષકની ભૂમિકામાં વ્યસ્ત હતા. કેટલાકે તો માનતા ની ગરબી વચ્ચે રાખીને પણ ગરબા કર્યા હતા. ખુલ્લા મેદાન ને બદલે ઘરમાં ગરબે રમવાને કારણે પરસેવો થવાથી ઠંડા વાતાવરણમાં પણ પંખા ચાલુ કરી ગરબે રમ્યા હતા. નવરાત્રી વખતે વાલીઓને દીકરીઓની ચિંતા રહેતી હોય છે તે પણ આ ગરબામાં નિશ્ચિત રહી ગરબે રમતા હતા, આમ ધાર્મિક આસ્થા ની સાથે આનંદ, ઉત્સવ અને ઉમંગ નું વાતાવરણ સર્જાયું હતું. આ પ્રસંગે કિશોર ઇન્સટિટ્યૂટ ના ટ્રસ્ટી શ્રી કિશોરસિંહ, શ્રી બળવંતસિંહ ડૉ.અજયસિંહ અને અન્ય શિક્ષકો તેમજ કર્મચારીઓએ વિદ્યાર્થીઓને બિરદાવી પ્રોત્સાહિત કર્યા હતા

અંતમાં સંસ્થાના એન્થમ ગીત સાથે ઓનલાઇન ગરબાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •