*ફડક ફુત્કી/ Plain Prinia / Prinia ઇનોરનાટા*🐦 *ફરી કુદરતના ખોળે*🐦 (Non-Fiction) *લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

23/10/2020

🐦 *ફરી કુદરતના ખોળે*🐦
(Non-Fiction)

*લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)*
https://www.facebook.com/jagat.kinkhabwala
ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
Mob. No. +91 98250 51214

*ફડક ફુત્કી/ Plain Prinia / Prinia ઇનોરનાટા*
*એક નાનું પક્ષી, બોલો ફડક ફુત્કી અવાજ ક્યાંથી નીકળે!*

સતત ઉછળ કૂદ કરતું ખુબ નાનું પક્ષી છે જેને વિવિધ નામ છે. કોઈક તેને ફુત્કી કહે, કોઈક ફૂડકી કહે તો કોઈ નામ ભૂલી જાય માટે તેના અવાજને કારણે તેને ટીકટીક તરીકે ઓળખે! આ પક્ષી તેના જેવા દેખાતાં બીજા પક્ષીઓ સાથે એટલું બધું મળતું આવે છે કે ક્યારેક તેને ઓળખવું પણ મુશ્કેલ બની જાય છે. Prinia કુળમાં પણ થોડા ઘણાં ફેરફાર સાથે તેમની વિવિધ જાત હોય છે. નર ફુડકી અને માદા ફૂડકી ને અલગ અલગ ઓળખવા ઘણાં અઘરા બને છે તેમજ દૂરથી નરી આંખે નર અને માદાનો તફાવત ઓળખી નથી શકાતો. તેના અવાજમાં ઘણી વિવિધતા જોવા મળે છે. બે પાંખ ફફડે અને તેનો અવાજ નીકળે છે કે બીજે ક્યાંથી અવાજ નીકળે છે તે જાણવું ઘણી વખત અઘરું બનતું હોય છે. (કબૂતર ઉડે ત્યારે પાંખનો ફફડાવાનો અવ્વાજ સાંભળ્યો હશે તેવી રીતે)

લગભગ ૧૩ થી ૧૪ સેન્ટિમીટર લાંબુ આ પક્ષી વૉરબ્લેરઃ જાતિના પક્ષીઓમાંનું એક છે અને આપણે ત્યાં તેની ત્રણ જાત જોવા મળે છે. તેમનું માથું,ડોક અને પીઠ ઘેરા રાખોડી રંગના હોય છે. *ઉત્તર ભારતમાં તેમનો માથાનો ઉપરનો ભાગ કથ્થઇ રાખોડી રંગનો હોય છે અને તે કથ્થઇ રાખોડી રંગ પ્રજનનની ઋતુમાં માદા ફૂડકીને આકર્ષવા માટે નર ફૂડકીનો રંગ ઘેરો રાખોડી થઇ જાય છે. આમ બંને સમય/ ઋતુના ગાળામાં એકજ પક્ષી રંગે રૂપે ખુબજ જુદા દેખાય. જયારે દક્ષિણ ભારતના ભાગમાં તેમના માથાનો રંગ કથ્થઈ/ બ્રાઉન હોય છે.*

ફુડકીના ભારતના જુદા જુદા ભાગમાં રંગની વિવિધતાથી જુદા જુદા દેખાય છે. તેમની પીઠ પણ રાખોડી હોય છે જયારે પાંખો રતુંમબડી તામ્રવર્ણ હોય છે. પૂંછડીના છેડા ગોળાકાર હોય છે અને પૂંછડી લાંબી અને ચડ ઉતર પીંછા વાળી લાંબી હોય છે. તેમના પગ ઘણા મજબૂત હોય છે જેનો રંગ મેલો ગુલાબી હોય છે. પગનો સુંદર ઉપયોગ ચપળતાથી આડી અવળી ઉડાઉડ કરવામાં વાપરે છે. શ્રીલંકામાં તમે જુવો તો તેમની પૂંછડી ટૂંકી હોય છે અને શરીરનો નીચેનો ભાગ પીળાશ રંગ ઉપર હોય છે. સામાન્ય રીતે નર ફુડકી અને માદા ફુડકી જોડમાં રહેતા હોય છે. તેમના શરીરના કદ કરતાં તેમની પૂંછડી પ્રમાણમાં લાંબી હોય છે અને હરતા ફરતા પૂંછડી આકાશ તરફ ઊંચી ટટ્ટાર રાખે છે જેને હરતા ફરતા હલાવ્યા કરે છે.

ખાસ કરીને તેઓ ઘાસના મેદાનમાં, બગીચાના ગીચ અને નીચેના ભાગમાં વાળના ઝાંખરા વગેરે તેના રહેવાના સ્થળ હોય છે. લપાતા છુપાતા ફરવાની મજા આવે તેવી સલામત જગ્યાએ રહેવાનું પસંદ કરે છે. લેખકના ઘરે બગીચામાં બેઝિલના નીચા કદનાં છોડમાં ઉપરના ગ્રીન અકલિફાના મોટા પાન સળીયોથી સીવીને સંતાઈને નજરે ન પડે તેવો માળો બનાવ્યો છે. (ફોટો લેખકના ઘરના માળાનો જુલાઈ મહિનામાં લીધેલો છે) તેમના માળામાં આડેધડ પોચા રૂંઆ ભરી દે છે. દેખાવમાં માળો અણઘડ રીતે ઉતાવળે બનાવી દીધો હોય તેવો દેખાય પણ ખુબજ કાળજી પૂર્વક અંદર વરસાદનું કે બગિચામાં છાંટેલું પાણી ન જાય તેવી રીતે સીવીને સજ્જડ ગૂંથણી કરે છે.

*અપરંપાર*
*વિધાતાની રચના*
*નયન વીંધે*
*હાઈકુ: જગત.કીનખાબવાલા*

દરેક પ્રકારની જીવાત, જીવાતના ઈંડા, કરોળિયા જેવા નાના જીવ તેમનો ખોરાક હોય છે અને આ ઉપરાંત ફૂલનો મધુરસ/ અમૃત રસ પીવામાં ખુબ આનંદ પામે છે. શીમળો નામનું એક બહુ સુંદર વૃક્ષ છે અને જયારે તેમાં ફૂલ બેસે ત્યારે તેમાંથી મધુરસ/ અમૃતરસ પીવામાં મજા આવી જાય છે. ટી ટી ટી અવાજ કરે પણ પ્રજનનની ઋતુમાં સુંદર અને મોટા અવાજે આનંદ અને ઉત્સાહ સાથે ગાય. તેને ગાતી સાંભળીને સાંભળનારને નજીકમાં ફુડકી છે તેનો અહેશાસ થાય અને તેની જાણ પણ આંખ કરતાં તેના અવાજથી વધારે થાય.

તેઓ ત્રણ થી છ ઈંડા મુકવાની ક્ષમતા ધરાવે છે. એપ્રિલ મહિનાથી માળો ગૂંથવાનું ચાલુ કરે છે અને છેક ઓક્ટોબર મહિના સુધીમાં લંબગોળ આકારના ઈંડા મૂકે છે. ઈંડા ચળકતા વાદળી રંગના હોય જેમાં લાલાશ કથ્થઈ રંગની છાંટ હોય છે. *અજાયબ વાત એ છે કે ઈંડા મૂકે ત્યારે દરરોજ એક ઈંડુ મૂકે અને તેનો ચોક્કસ સમય સવારે ૭.૩૦ થી ૯ વચ્ચેજ હોય.* ઈંડા સેવવાનું કામ બંને નર અને માદા ફુડકી વારાફરતી કરે છે. લગભગ ૧૨ દિવસમાં ઇંડામાંથી બચ્ચા બહાર આવી જાય છે જેનું વજન ૭.૫ ગ્રામ આસપાસનું હોય છે. જન્મના સમયે તેની આંખો બંધ હોય છે અને પાંચમા અને છઠ્ઠા દિવસે તેમની આંખો ખુલે છે. કુલ ૧૨ દિવસ બચ્ચા માળામાં રહે છે જેમને માબાપ બહારથી કરોળિયા અને ઈયળો વગેરે લાવી ખવડાવે છે જેનાથી તેમનો શારીરિક વિકાસ થાય છે અને કુદરતમાં પોતાના બળથી એકલા રહેવા ટેવાય છે. બીજાજ દિવસથી તેમની પાંખોનો વિકાસ થવાની ફૂંટ નીકળે છે. ફૂડકીના ઇંડામાંથી બચ્ચા નીકળે તેની સફળતા ૯૦ ટાકા સુધી ઘણી સારી ગણાય છે.

આટલા નાના પક્ષીના માળામાં મોટી કોયલ પણ પોતાના ઈંડા મૂકી દે છે અને કોયલ તે સમયે એક ઈંડુ મૂકે તેની સામે ફૂડકીનું એક ઈંડુ બહાર ફેંકી દે છે જે આ ભોળા પક્ષીને ખબર નથી પડતી અને કોયલના બચ્ચાને પોતાના બચ્ચા સમજી ઉછેરે છે. *આવા સમયે ઘણી કફોડી હાલત થાય છે કારણકે કોયલનું નાનું બચ્ચું પુખ્ત ફૂડકી કરતાં મોટું હોય છે.* આ વાતને સમજવા માટે અહીં બહુ સુંદર વીડિયો મુકેલો છે જે youtube ઉપરથી સાભાર લીધેલો છે.

*પક્ષીને સમજવા માટે તેને ગાતાં સાંભળવા પડે. ફુડકી ૬ પ્રકારના ગીત ગાય છે જેમાં ૪ પ્રકાર હંમેશા ગાય જ્યારે એક ગીત લાંબા અંતરે જાય ત્યારે ગાય અને એક ક્યારેક્જ ગાય છે. તેના ગીત સાદગી ભર્યા હોય છે જે તેના મૂડ અને ભય પ્રમાણે બદલાતા જોવા મળે છે, એટલેકે માનસિક અવસ્થા પ્રમાણે ગાય. તેનું ગાવાનું અને પૂંછડીનું હલવાનું તે બંને વચ્ચે સમન્વય હોય છે.*
*મધુર ગાન*
*આનંદની લહેરખી*
*નજર લાગે!*
*હાઈકુ: જગત.કીનખાબવાલા*

ફૂડકીને ગીત ગાતાં અને આમતેમ ફરતાં જુવો એટલે વારે વારે જોવાનું મન થાય અને તેના તરફથી નજર ના હટે, જોવાનો લ્હાવો છોડાય નહીં…….
*આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ*.
*સ્નેહ રાખો – શીખતાં રહો સંભાળ રાખો*
*Love – Learn – Conserve*

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply