ગિરનાર રોપ-વે પ્રોજેક્ટના બેઝ અને અપર સ્ટેશન અમદાવાદની કંપનીએ બનાવ્યા. સંપૂર્ણ સ્ટ્રક્ચર ડિઝાઇન અમદાવાદની નેક્સસ ઇન્ફ્રાટેક દ્વારા તૈયાર કરાયા.

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રમત જગત સમાચાર

ગુજરાતની ઓળખ સમાન ગરવા ગઢ ગિરનાર ઉપર તૈયાર થયેલા રોપ-વેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકો માટે ખુલ્લો મુક્યો હતો.રોપવે કાર્યરત થઇ જતા પ્રવાસન ને વેગ મળશે ત્યારે વડીલો તથા અશક્ત લોકો પણ ગિરનાર સર કરી શકશે. દિલ્હીની ઉષા બ્રેકો કંપની દ્વારા રોપ વેનો પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ માટે ગર્વની બાબત એ છે કે ગિરનાર રોપ-વે પ્રોજેક્ટના બેઝ અને અપર સ્ટેશન અમદાવાદની નેક્સસ ઇન્ફ્રાટેક દ્વારા તૈયાર કરાયા છે. લગભગ બે વર્ષ સુધી સ્ટેશન બનાવવાનીી કામગીરી ચાલી અને અઢીસો ટનથી વધુ લોખંડનો ઉપયોગ થયો છે.

અમદાવાદની નેક્સસ ઇન્ફ્રાટેકના પ્રથીક પટવારી ચેમ્બરના સેક્રેટરી છે. જ્યારે શૈલેષ પટવારી ચેમ્બરના પૂર્વ પ્રમુખ છે. રોપ વે માટે નેક્સસ ઇન્ફ્રાટેકના યોગદાન અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે ગિરનાર પ્રોજેક્ટ અતિ મહત્વનો હતો અને તેમાં સહભાગી બનવું પ્રતિષ્ઠાની વાત છે. સમગ્ર પ્રોજેક્ટ માં સૌથી મહત્વના બેઝ સ્ટેશનની સંપૂર્ણ ડિઝાઇન અને સંપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નેક્સસ ઇન્ફ્રાટેક દ્વારા જ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં રોપવે પૂરો થાય તે અપર સ્ટેશન પણ
નેક્સસ ઇન્ફ્રાટેક દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

અતિ મહત્વના પ્રોજેક્ટ માં અમદાવાદની કંપની એ બંને સ્ટેશન બનાવવાની કામગીરી બે વર્ષમાં પૂર્ણ કરી હતી અને તેમાં સંપૂર્ણ સ્ટીલ સ્ટ્રકચર બનાવવામાં અઢીસો ટનથી વધુ લોખંડનો ઉપયોગ થયો છે.

TejGujarati