સોસાયટી ફોર ધ વેલફેર ઓફ ધ મેન્ટલી ડિસેબલડ તરફથી ઓનલાઈન ગરબા કોમ્પીટીશન રાખવામા આવી હતી, તેનું પરિણામ જાહેર.

કલા સાહિત્ય ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ સમાચાર

સોસાયટી ફોર ધ વેલફેર ઓફ ધ મેન્ટલી ડિસેબલડ તરફ થી દર વર્ષે શહેરના મનોદિવ્યાંગ બાળકો માટે ગરબા કાર્યક્રમ યોજવામાં આવે છે પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારી ના કારણે આયોજન ન કરી શકતા ઓનલાઈન ગરબા કોમ્પીટીશન રાખવા મા આવી,જેમાં શહેર ની સ્પેશ્યલ શાળા ના મનોદિવ્યાંગ બાળકો ને એમના ગરબા રમતા વિડિયો મંગાવવામાં આવ્યા, 50વિડીયો આવ્યા હતા. જજશ્રી અસ્મા બેન શેખ ધ્વારા 10 શ્રેષ્ઠ ગરબા ને પસંદ કરવામાં આવ્યા અને આ 10 વિજેતાઓને પેટીએમ ધ્વારા કેશ પ્રાઈઝ આપવા માં આવી.
બાળકો એ ખુબ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમ માં સોસાયટી ફોર ધ વેલફેર ઓફ ધ મેન્ટલી ડિસેબલડ ને ટ્રુ લાઈફ કેર સેન્ટર નો સહકાર મળ્યો હતો જે બદલ તેમનો આભાર વ્યકત કર્યો હતો. શ્રી નીલેશ પંચાલ, કન્વીનર, SWMR

?????????

TejGujarati