રાજપીપળા હરસિધ્ધિ મંદિરે આઠમ, નોમ અને દશેરાના દિવસે ત્રણ સવારીનું વિશેષ મહત્વ.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

નવરાત્રીના આઠમના દિવસે હરસિધ્યિમાતાની વાઘની રાવારી, નોમના દિવસે સીહની સવારી અને દશેરાનાદિવસે હાથીની સવારી સાથે માતાજીના દર્શનની
પરંપરા.

આવતી કાલે આઠમ નોમ ભેગી હોવાથી યજ્ઞ પણ રાજવી પરિવારની ઉપસ્થિતી રહેશે,

શ્રીમંત મહારાજા રઘુવીરસિંહ ગોહિલ અને યુવરાજ માનવેન્દ્રસિંહ રાજવી
પરિવાર પૂજામાં બેસશે.

કોરોના કારણે રાજવી પરિવાર દ્વારા હવનયશ ભીડ વગર સાદાઇથી કરાશે અને હજારો શ્રીફળ હોમાશે

આઠમના દિવસે માતાજી રાજપીપળા પધારેલા તેમની યાદમા વેરીસાલજી મહારાજે ભવ્ય મંદિર બંધાવ્યું.

રિયાસતી રાજવીનગર રાજપીપળાનારાજવી પરિવારની કૂળદેવી હરસિધિમાતા પવિત્ર આઠમના દિવસે ૪૨૦ વર્ષ પૂર્વે રાજપીપળા પધારેલ.તેમની યાદમા
વેરીસાલજી મહારાજે ભવ્ય મંદિર બંધાવ્યુ હતુ ત્યારથી નવરાત્રીના નવ દિવસ માતાજીના મંદિરે ભવ્ય મેળો ભરાય છે. જેમા રાજપીપળાહરસિધ્ધિ મંદિરે
આઠમ, નોમ અને દશેરાના આત્રણ દિવસે વિશેષ ધાર્મિક મહત્વ હોય છે,
માતાજી આઠમના દિવસે રાજપીપળા પધાર્યા હોવાથી સ્વપ્નમાં આપેલ દર્શન મુજબ અને માતાજીના આદેશ મુજબ રાજા વેરીસાલજી મહારાજની પાછળ મા
હરસિધ્ધિ વીર વૈતાલ અને પીરદાદા આવતા હતા ત્યારે પાછળ નહી જોવાની શરતનો ભંગકરી વેરીસાલજી મહારાજે પાછળ જોઈ લેતા પવનવેગે વાવની સવારી
પર આવતા જોયાબાદ માતાજી રાજપીપળા આવી ગયા હતા અને ત્યાજ અંતધ્યાન થઈ ગયા, તે દિવસ આઠમનો દિવસ હોવાથી રાજા વેરીસાલજીએ ત્યાજ
માતાજીનું ભવ્ય મંદિર બંધાવ્યું અને ત્યારથી નિયમીત આઠમે ભક્તોની ભીડ જામે છે.
નવરાત્રીમાં માતાજીના મંદિરે ત્રણ સવારીનું વિશેષ મહત્વ છે.જેમા આઠમ મા હરસિધિમાતા વાધની સવારી પર સંજીને લોક દર્શન માટે ખુલ્લા મુકવામાં આવે
છે. જેના દર્શને શરીર સાથે શરીરુ ઘસાય તેવી હકડેઠઠ ભીડ જામે છે. જપા નોમના દિવસે સિંહની સવારી અને દશેરાના દિવસે હાથીની સવારી સાથે માતાજી
બિરાજમાન થતા હોઇ નવરાત્રીના છેલ્લા આ ત્રણ દિવસનુ વિશેષ મહત્વ છે.
વધુમા આવતીકાલે આઠમ્ નોમ ભેગી હોવાથી આવતી કાલે દિવસે મંદિરના ચોકમાં માતાજીનો હવન યજ્ઞ યોજાશે. જેમાં દર વર્ષની જેમ રાજવી પરંપરા મુજબ
રાજવી પછિવાર યશપૂજામાં જોડાશે.જેમા શ્રીમંત મહારાજા રઘુવીર સિંહ અને અને યુવરાજ માનવેન્દ્રસિંહ જોડાશે. કોરસેનાના કારણે ભીડ કરવાની ના
હોવાથી સદાઇથી દિવસે રાજવી પરિવાર દ્વારા નોમના હવન પમા શ્રીફળ હોમાશે..

તસવીર: જયોતિ જગતાપરાજપીપળા

TejGujarati