બનાસકાંઠામાં આવેલ શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે અમૂલ ડેરીના ચેરમેન માં અંબાના દર્શન કરવા પહોંચ્યા.

ભારત સમાચાર

અંબાજી: શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે અમૂલ ડેરીના ચેરમેન માં અંબાના ચરણોમાં દર્શન કરવા આવ્યા હતા. રામસિંહ પરમાર અંબાજી મંદિર ખાતે દર્શન કરવા પહોંચ્યા હતા. તેમની સાથે મોડાસા કોંગ્રેસ ના ધારાસભ્ય રાજન્દ્રસિંહ ઠાકોર પણ જોડાયા. અંબાજી મંદિરના વિવીઆઇપી ગેટથી પ્રવેશ કર્યો હતો. માતાજી ની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજ ના આશીર્વાદ લીધા. અમૂલ ડેરીના ચેરમેન બન્યા બાદ દર્શન કરવા આવ્યા. માં અંબા ના દર્શન નવરાત્રી મા કર્યા અને મીડિયા જોડે ચર્ચા કરી હતી. અંબાજી મંદિરના ચાચર ચોકમાં આવી લાઈટિંગનો નજારો જોઈ ખુશ થયા. અંબાજીના સિદ્ધાર્થ શુકલ પણ ખાસ હાજર રહ્યા હતા

TejGujarati