“નવરાત્રીના રોગ” – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

ગુજરાત ભારત સમાચાર

“નવરાત્રીના રોગ”
ગઈ કાલે સાંજે મારા એક મિત્રનો ફોન આવ્યો…બધાની ખબર પુછી તો કહ્યુ: ધ્રુબાંગ નોટ વેલ.. તું આવી જા..
મે કહયુ:તુ દોસ્તને બોલાવે છે કે મનોચિકિત્સક ને?
એણે કહયુ:ઓફકોર્સ તને… તારા જેવો મોંઘો મનોચિકિત્સક અમને ના પોસાય. એવુ હશે તો ચા સાથે બિસ્કિટ પણ આપીશુ.. પણ આવી જા…
સાલો એક નંબરનો અમદાવાદી જોકે ચા જોડે બિસ્કિટની ઓફર થઈ એટલે વાત મને ગંભીર લાગી.
બધી ઔપચારિકતા ત્યાગી હુ ધ્રુબાંગના રૂમમા ગયો. એક ઓગણીસ વીસ વરસનો યુવાન, દશબાર દિવસની વધેલી દાઢી રાખીને સૂનમુન બેઠો હતો.. મને જોઈને તે વળગી પડ્યો.. અને ધ્રુસકે ને ધ્રુસકે રોવા લાગ્યો. મે સાંત્વના આપી. વાત કઢાવવાની કોશીષ કરી..
એણે કહયુ: પેલી આપણી ત્વાનંગી ખરી કે નહિ?
મે કહયુ:વાનગી કંઈ વાનગી?
એણે કહયુ:ત્વાનંગી અંકલ, એણે મને પંદર દિવસ પહેલા ઢાલગરવાડમા મળી પણ મને બોલાયો પણ નહિ..
મે કહયુ:એણે તને જોયો નહિ હોય…
એણે કહયુ:પહેલા તો હું પણ એવુ સમજ્યો, ચોથી વાર તો જાણીજોઈ એની સામે અઠડાયો તો પણ મને ન ઓળખ્યો, ના બોલાવ્યો.. બોલો… પેલી ધ્વાન્સા એની બગડેલી એક્ટિવા જાતે ઘસડી ગઈ.. એને એમ પણ ના થયુ કે મારી હેલ્પ લે.. અંકલ પછી જીમમા જવાનો શુ મતલબ. આતો કાંઇ નથી આ અમારા ફલેટના પેન્ટહાઉસ વાળી પેલી ન્યાસા લિફ્ટ મા એકલી મળી તો પણ સ્માઇલ પણ ના કર્યુ.. સાચુ કહુ તો હવે જીવવવામા બહુ રસ નથી રહ્યો… બધુ અસાર છે…
મે કહયુ:આ બધીઓ પહેલા તને ઘાસ નાંખતી હતી?
એણે કહયુ :મિન્સ?
મે કહયુ: આ બધી પહેલા તને બોલાવતી હતી…?
એણે કહયુ: હા અંકલ… નવરાત્રિના ચારપાંચ દિવસ પહેલા આ લોકોના ફોન શરુ થતા… આ બધીઓની પાસની વ્યવસ્થા હુ જ કરતો હતો.. આપણી એમા માસ્ટરી…..
હું એ ભોળા છોકરા સામે જોઈ રહ્યો. એની દર્દ તકલીફ અને પીડા સમજાઈ ગઈ હતી..
મે કહયુઃ જો દિકરા આવતા વરસે ફરી નવરાત્રી આવશે.. ન્યાસા મીસા અંતરિક્ષા ત્વાનંગી, ધ્વાન્સા બધીના ફોન તારા ઉપર આવશે. અરે એની મમ્મીઓના ફોન તારા ઉપર આવશે. મારો હિરો પાછો હિરો બની જશે. પાસ આપવામા તુ પણ કયાંક પાસ થઈ જશે… બહારે ફિરસે આયેગી… બેટા..
ધ્રુબાંગ એની પથારી માથી રિતસર ઉછળ્યો.. અને મારા ગાલ ઉપર ચાર પાંચ પપ્પી ચોડી દીધી.. અને એના એટેચ બાથરુમમા દાઢુ કરવા જતો રહ્યો…
જતા જતા મિત્રના પત્નીએ કહયુઃ મહેતાભાઈ કાંઈ ચિંતા કરવા જેવુ નથી ને..?
મે કહયુઃ ભાભી બિલકુલ નહિ.. બધુ કંટ્રોલમાં છે.. આ સિઝનનો આ અઢારમો કેસ છે. બટ ડોન્ટ વરી…
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા

TejGujarati