કેટલાક છુટી ગયેલા સમાચાર. – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

કલા સાહિત્ય ટેક્નોલોજી ધાર્મિક ભારત સમાચાર

મોડી રાતે ગરબા રમતા ચાર નબીરા પકડાયા.
નવરાત્રીની ચુસ્ત આચારસંહિતા કરાવતી કર્મઠ પોલીસ દ્વારા શહેરના છેવાડે આવેલા આલિશાન ફલેટમાથી અલગ અલગ રુમમાથી ચાર નબીરા ગરબા રમતા સંદિગ્ધ હાલતમા પકડાય ગયા હતા..
જે પૈકી બે યુવતીઓની સધન પુછપરછ કરતા એમની પાસે દાંડિયા જેવા સંદિગ્ધ સાધનો ન મળતા તેમને જવા દેવામાં આવ્યા હતા..
યુગલો અલગ અલગ રુમમાથી હોવાથી તેઓ ગરબા નહોતા રમતા એમ માનીને તેઓ ઉપર કોઈ ગુન્હો દાખલ કરવામા આવ્યો નહોતો..
બંને યુગલો એકમેકથી ઘણુ સામાજિક અંતર જાળવ્યુ હતુ એમ શહેરના પોલીસ કમિશનરે જણાવ્યુ હતુ.. અને પોલીસ અને મિડિયાને જોઇ એમણે માસ્ક પણ પહેર્યું
હતુ…
નવરાત્રી દરમિયાન આ પ્રકારની વધતી વારદાતો સામે શહેરની પોલીસ સખ્ખત હાથે કામ લેશે એવુ પણ
એમણે વધુમાં જણાવ્યુ હતુ..

???????????????

અડધી રાત્રે પાણીપુરીની શોધમાં નિકળેલુ દંપતી ઝબ્બે
લગભગ ચાર જેટલી બંધ પાણીપુરી લારીની આસપાસ અડધી રાતે સંદિગ્ધ રીતે આંટાફેરા કરતા દંપતીને જોઈને પોલીસ રાબેતા મુજબ ચોંકી ઉઠી હતી.. ઘરેથી પાણીપુરીનો સામાન લાવીને કથિત પતિ જે રીતે એની કથિત પત્નીને માથે ગમછો બાંધીને પાણીપુરી ખવડાવી રહ્યો હતો.. એ આખીયે ઘટના કોઈ ઉંડા કાવતરા તરફ ઈશારો કરી રહી જણાય છે..
પરિસ્થિતિની ગંભીરતા પારખીને પોલીસની એક વધુ કુમક બોલાવીને આ દંપતીને દબોચી લેવામાં આવ્યુ છે..
જેમની પાસે 23 કોરી પકોડી અને ચારનંગ મસાલા વાળી પકોડી મળી આવી છે. મહિલા પોલીસથી બચાવીને આ મુદ્દામાલ કાલે કોર્ટમાં રજુ કરવામા આવનાર છે.. ચણાબટાકાના માવાને વધુ પરીક્ષણ માટે ફોરેન્સિક લેબમા મોકલવામા આવ્યો છે…
ગયા વરસે આ દંપતી નવરાત્રિ દરમિયાન આશરે સાડાચાર હજારની પકોડી ખાઈ ગયુ હતુ.. પોલીસે આ દિશામાં વધારે તપાસ હાથ ધરી છે
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા

TejGujarati