અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં પોલીસ કર્મીને માર મારતો વિડીયો વાયરલ. સોલા પો.સ્ટે ખાતે નોંધાઈ ફરિયાદ..

સમાચાર

અમદાવાદ: અમદાવાદના પોલીસ કર્મીને માર મારતો વિડીયો વાયરલ થયો છે જેમાં દારૂ પીધેલ કર્મીને લોકો દ્વારા માર મારવામાં આવી રહ્યો છે. વિગત મુજબ અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં પોલીસ કર્મીને લોકો દ્વારા માર મારવાનો વિડીયો વાયરલ થયો છે જેમાં વીડિયોમાં દેખાતા પોલીસ કર્મી નું નામ સુનિલસિંહ સુરેશસિંહ ચૌહાણ (હાલ નોકરી સોલા પો.સ્ટે.) મોડી રાત્રે દારૂ પીધેલ હાલતમાં હોઈ સ્થાનિક લોકો સાથે ઘર્ષણ થતાં સામા પક્ષે પબ્લિકના અમુક તત્વો દ્વારા આ પોલીસ કર્મચારી ને માર મારવામાં આવેલ હતો. જેના અનુસંધાને પોલીસ કોનસ્ટેબલ સુનિલસિંહ પર પ્રોહીબિશન એકટ 66 (1)(બી), 85 (1) મુજબ દારૂ પીધેલાનો ગુનો દાખલ કરી અટક કરવામાં આવેલ છે. આ ઉપરાંત સામા પક્ષે પો.કો.સુનિલસિંહને માર્યા બાબતની નામજોગ 05 ઈસમો તથા અન્ય ટોળા વિરુદ્ધ માં IPC 323, 324, 325, 143, 147, 148, 149, 294 (ખ) તથા GPA 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. પોલીસ કર્મીને મારનાર અને વીડિયોમાં દેખાતા 06 શખ્સો ને અટક કરવામાં આવેલ છે, અન્યની શોધખોળ ચાલુમાં છે.આ બન્ને ગુના સોલા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ છે, આગળ ની તપાસ ચાલુ છે. અહીં એક વાત જરૂરી છે કે ભલે કોઈ પણ હોય પરંતુ કાયદાને પોતાના હાથમાં લેવો એ યોગ્ય ન કહી શકાય..જે બાબતનું ધ્યાન રાખવું પણ લોકો માટે જરૂરી બને છે.

TejGujarati