લો બોલો.. અમદાવાદના ASI પાઈલોટિંગ કરી બુટલેગર ને રાજકોટ લાવતા 9.53 લાખના દારૂ સાથે પકડાયા. – સંજીવ રાજપુત.

ટેક્નોલોજી ભારત સમાચાર

રાજકોટ: રાજકોટ SOG એ અમદાવાદના ASI ને બુટલેગરનું પાઈલોટિંગ કરતા રૂ 9.53 લાખના દારૂ સાથે 3 લોકોની ધરપકડ કરી. વિદ્યાનગર મેઈન રોડ પર માઈલ સ્ટોન હોસ્પિટલ નજીકથી પોલીસ લખેલી મારુતિ સ્વીફ્ટ કાર અને તેની સાથે સિયાઝ કાર શંકાસ્પદ હાલાત માંથી પસાર થતા SOG પીઆઇ અને કોન્ટેબલ દ્વારા કારને રોકવામાં આવી હતી પોલીસ લખેલી કારમાં અમદાવાદના આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI વિરેન્દ્રસિંહ રણજીતસિંહ દરબાર અને તેમની સાથે નરોડા દહેગામ ખાતે રહેતો કૃણાલ હસમુખ શાહ મળી આવ્યા હતા. સ્વીફ્ટ કારમાંથી કાઈ મળ્યું નહોતું ASI એ અને સાથે રહેનાર કૃણાલ દ્વારા એક તબક્કે તો રાજકોટ પોલીસ પર રુઆબ પણ જમાવ્યો જોકે પોલીસે સાથે રહેલ સિયાઝ કાર ચેક કરતા જુદી જુદી બ્રાન્ડનો 72 બોટલ દારૂ મળી આવ્યો હતો. દારૂ સાથે પકડાયેલ શખ્સ અમદાવાદના મહેન્દ્રસિંહ અશોકકુમાર વૈદ્યની પૂછપરછમાં આખો ભાંડો ફૂટ્યો હતો. અગાઉ પણ ત્રણેય લોકો રાજકોટમાં દારૂની ડિલિવરી કરી ગયા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ત્રણેયનો કોરોના ટેસ્ટ કરાવી આગળ કોની કોની સંડોવણી છે તે અંગે તપાસ હાથ ધરી છે.

TejGujarati