ચાઇનામાંથી થતી આયાતમાં અસાધારણ ઘટાડો, તહેવારોનુ કોઈ ચાઈનીઝ મટીરીયલ વ્યાપારીઓ ખરીદવા તૈયાર નથી.

સમાચાર

ચાઇનામાંથી થતી આયાતમાં અસાધારણ ઘટાડો, તહેવારોનુ કોઈ ચાઈનીઝ મટીરીયલ વ્યાપારીઓ ખરીદવા તૈયાર નથી

સ્વદેશી માલ થોડો મોડો પણ ખરીદવા માટે વ્યાપારીઓ તત્પર.

ચાઇનાથી આવતા કન્ટેનર કોરોના સાથે લાવતા હોવાની વાતથી ચાઇનાને ભારે નુકસાન

વિશ્વભરના દેશો હાલ કોરોનાની મહામારીથી પરેશાન છે તે કોરોના ચાઈનાની ઉપજ છે. માટે હવે લોકો ચાઇનાનો માલ ખરીદવાનું ટાળી રહ્યા છે. વેપારીઓ થોડો મોંઘો પડે તો પણ વદેશીયા અથવા અન્ય દેશોમાંથી માલ ખરીદવા તૈયાર છે. તાજેતરમાં જ ચેન્નાઇ ,મુંબઇ અને કંડલા પોર્ટ પર ચાઈનાથી આવેલા કન્ટેનરો ઉતારનાર કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવતા હવે લોકો ચાઇનાથી આવતો માલ સાથે કોરોના પણ લાવે છે તે વાત વિચારતા થઇ ગયા છે જેને પગલે ચાઇનાથી થતી આયાતમાં અસાધારણ ઘટાડો થયો છે.

છેલ્લા ૩૦ વર્ષથી એક્સપોર્ટ -ઈમ્પોર્ટની કામગીરી સાથે જોડાયેલા જગદીશ ભાટિયાએ જણાવ્યું હતું કે તહેવારોના દેશ એવા ભારતમાં જે મહત્ત્વના તહેવારો ઉજવાય છે તે તમામ તહેવારોની ઉજવણી ચાઇનાના માલથી કરાતી હતી. પછી તે દિવાળીના ફટાકડા હોય કે કોડિયા હોય, ડેકોરેશન માટેની લાઈટ હોય કે રંગબેરંગી બલુન હોય. નવરાત્રિના દાંડિયા હોય કે ઉત્તરાયણના પતંગ હોય. બધી જ વસ્તુઓ ચાઇના કે ભારતમાં ડમ્પ થતી હતી.
ચાઇના કેમિકલ, ડાઈઝ, ઇન્ટરમિડીયેટ, ફર્નિચર, ટેક્સટાઇલ મટીરીયલ, ગ્લાસ, બ્રાસ, ફાર્મા ને લગતું મટીરીયલ્સ, પ્લાસ્ટિક, રમકડા તથા જીવન જરૂરિયાતની મોટાભાગની વસ્તુઓ ભારતમાં ડમ્પ કરતું હતું. જેને લઇને ભારતમાંથી અબજો રૂપિયા ચાઇના કમાતું હતું.

જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી ચાઇના માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયા ભરના દેશોમાં અળખામણો દેશ બની ગયો છે. ચાઇનામાંથી સામાન્ય દિવસોમાં જેટલી આયાતો થતી હતી તેમાં કોરોના બાદ ૬૦ ટકાથી વધારેનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

જગદીશ ભાટિયાના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક મહિનાઓથી વેપારીઓ ચાઇનાનો વિકલ્પ શોધી રહ્યા છે.તેમની પાસે જે ઇન્કવાયરી આવે છે તેમાં વ્યાપારીઓ થોડો મોંઘો માલ મળે તો ચાલશે પરંતુ ચાઇના થી માલ નથી ખરીદવું તેવો નિર્ધાર કર્યો હોવાનું જણાવી રહ્યા છે.જેને પગલે ભારતમાં ઘણી વસ્તુઓનું ઉત્પાદન શરૂ થયું છે અને ભારત કંઈક અંશે આત્મનિર્ભર પણ બની રહ્યો છે.

ચાઇના માંથી તાજેતરમાં જ ચેન્નાઈ, મુંબઈ નાહવા સેવા તથા કંડલા બંદરે આવેલા જહાજોમાં થી માલ ઉતારનાર કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હતા.જેને કારણે હજુ દુનિયાભરના લોકો એવું માની રહ્યા છે કે ચાઇના થી માલ આયાત કરીએ તો તેની સાથે કોરોના આવી જ જાય છે. માટે ચાઇના થી માલ આયાત કરવાનું વ્યાપારીઓ ટાળી રહ્યા છે.

કેમિકલ ની વાત કરીએ તો ભારત આ મુદ્દે ચાઇના ઉપર મહદંશે આધારિત હતું. કેમેક્સિલના ભુપેન્દ્ર પટેલના જણાવ્યા મુજબ કરોડો રૂપિયાનુ કેમિકલ નું રો મટીરીયલ ચાઇના થી આયાત કરવું પડતું હતું. જે કોરોના બાદ ઘટયું છે. સરકારના સહયોગથી કેમિકલના ઘણા રો મટિરિયલનો દેશમાં પણ ઉત્પાદન શરૂ થઈ ગયું છે. જેને પગલે અમુક બાબતે દેશ આત્મનિર્ભર બન્યો છે.

TejGujarati