4 થું નોરતું. : કુષ્માંડા.

કલા સાહિત્ય ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

માતા દુર્ગાનું ચોથું સ્વરૂપ #કુષ્માંડા છે. દેવી ભાગવત પ્રમાણે કુષ્માંડા દેવીએ પોતાના #ઉદરથી અંડ અર્થાત્ #બ્રહ્માંડ ઉત્પન્ન કર્યું. તેને લીધે દુર્ગાના આ સ્વરૂપનું નામ કુષ્માંડા પડ્યું. જ્યારે ચારેય તરફથી #અંધકાર છવાઈ ગયો હતો ત્યારે દેવી કુષ્માંડાએ જ પોતાના બ્રહ્માની શક્તિના રૂપમાં પોતાના ઉદરથી #બ્રહ્માંડની રચના કરી હતી. તેમને જ સૃષ્ટિની %આદિ સ્વરૂપા આદિ શક્તિ માનવામાં આવે છે.

માતા કુષ્માંડાનું સ્વરૂપ:
કુષ્માંડા દેવીની #આઠ ભુજાઓ છે, જેમાં કમંડળ, ધનુષ-બાણ, કમળ પુષ્પ, શંખ, ચક્ર, ગદા અને બધી #સિદ્ધિઓને આપનારી જપમાળા છે. માતાની પાસે આ બધી વસ્તુઓ સિવાય હાથમાં #કળશ પણ છે. જે સુરાથી ભરેલો છે અને #રક્તથી લથપથ છે. તેમનું વાહન #સિંહ છે.

કુષ્માંડા દેવીનો મંત્રઃ
सुरासम्पूर्णकलशं रुधिराप्लुतमेव च ।दधाना हस्तपद्माभ्यां कूष्माण्डा शुभदाऽस्तु मे॥

અર્થ- જે કળશ #મદિરાથી ભરેલો છે, રૂધિર અર્થાત્ #રક્તથી લથપથ છે. એવા કળશને માતા ભગવતીએ પોતાના બંને કર #કમળોમાં ધારણ કર્યો છ. એવી માતા #કુષ્માંડા મને શુભતા અર્થાત્ કલ્યાણ પ્રદાન કરો.!

જય અંબે🙏

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply