યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડની મુલાકાત : ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

સમાચાર

તમે જેવા આ ઇમારતમાં પ્રવેશ કે તૂર્ત એક દવે સીકયુરિટિવાળા ભાઈ મળશે.. ત્યાંથી આગળ વધશો કે તૂર્ત જ એક કુ. દવે નામના ક્લાર્ક તમારી આવાગમનની નોંધણી કરશે.. પગથિથા ચડીને ઉપર જાવ ત્યારે તમને રસ્તામાં જે મળ્યા એ દવે હેડકલાર્ક હતા.. ચાર દિવસ પછી આવ્યા છે. રજા મુકવા માટે, હિસાબનીસ દવે સારા માણસ છે. વહીવટ આવડે છે પણ હિસાબ નથી આવડતો..
તમે કદાચ એકાદ પુસ્તક ખરીદો છો તો બિલ બનાવનાર શ્રીમતી દવે આમતો ઘણાં એફીસીયન્ટ છે..
આ ઓફીસના બધા જ આઉટસોર્સિંગનું કામ દવે એજન્સી કરી રહી છે..
એવન ભરતી પ્રક્રિયા પણ દવે ઈન્ફોટેક કરે છે.. આમા કશુ પણ ભાઈ ભતિજાવાદ છે જ નહિ. કેટલાક લોકો કહે છે. બધા સ્વાર્થ ના સગા.. પણ આખરે સગા જ એકબીજાના કામમાં આવે છે.. યુનિવર્સિટી નિર્માણ ગ્રંથના ઉપાધ્યક્ષ ભાવના દવે એક ઉત્તમ કક્ષાના સગા છે.
જરૂરી નથી કેવળ ધુણતો ભુવો જ નારિયેળ પોતાના ઘર તરફ નાંખે…
પણ ખાલી આ આક્ષેપો જ છે.. નર્યુ જુઠઠ્ણુ.. હળાહળ જુઠઠુ..
ત્યાં ટોઈટેલ સાફ કરતી એક બહેનને મે પુછયુ:નમસ્તે દવેબેન…
તો બેને કહયુ:સાહેબ મું ચ્યો દવે સું?
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા

TejGujarati