*બ્લેકહોલના સંશોધન માટે નોબેલ મેળવનાર રોજર પેનરોસ સાથેના સંસ્મરણો વાગોળતા ભારતીય ખગોળવિદ્દ ડો.જે.જે.રાવલ* – સ્ટોરી. સિદ્ધાંત મહંત.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

આપણી આ દુનિયામાં ઘણા કુદરતી રહસ્યો છુપાયેલા છે. જેમાંનું એક મોટું રહસ્ય આપણું બ્રહ્માંડ છે. તેની ઉત્પત્તિ એક બ્લેકહોલથી થઇ છે. અનેક વૈજ્ઞાનિકો બ્લેકહોલ વિષે સમજવા સંશોધન કરે છે. તાજેતરમાં બ્રિટનના ત્રણ વૈજ્ઞાનિકોને બ્લેકહોલના સંશોધન માટે નોબેલ પારિતોષિકની જાહેરાત કરાઈ છે. જેમાના વૈજ્ઞાનિક રોજર પેનરોસ સાથેના સંસ્મરણો વાગોળતા ભારતીય ખગોળવિદ્દ ડો.જે.જે.રાવલ.

8મી ઓગસ્ટ 1931માં કોલચેસ્ટરમાં જન્મેલા શ્રી રોજર પેનરોસ આજે 90 વર્ષની જફ વયે પહોંચ્યા છે. તેઓ પ્રો.સુબ્રહ્મણ્યન ચંદ્રશેખરના નિકટતાના  મિત્ર હતા. તેઓ ભારતમાં આશરે બે વખત આવી ચૂક્યા છે. જે પૈકી એક વખત શ્રી રોજર પેનરોસ ભારત આવ્યા હતા ત્યારે તેમની મુલાકાત ભારતીય ખગોળવિદ્દ ડો.જે.જે.રાવલ સાથે થઇ હતી. અને  ડો.જે.જે.રાવલને પુરેપુરો એક દિવસ તેમની સાથે વિતાવવાનો મોકો મળ્યો હતો.

  

આ સંસ્મરણો વાગોળતા ભારતીય ખગોળવિદ્દ ડો.જે.જે.રાવલ જણાવે છે કે શ્રી રોજર પેનરોસને ઊંચાઈ ઉપરથી દુનિયા જોવી ખુબજ ગમતી હતી. તેઓ જયારે ભારતમાં  આવ્યા ત્યારે હું મુંબઈ સ્થિત નહેરુ પ્લેનેટરિયમમાં ડિરેક્ટર હતો. આ સમયે મે તેમને નહેરુસેન્ટરની અગાસી ઉપર લઇ જઈ દુનિયાનો ચિતાર બતાવ્યો હતો. ઉપરાંત આ સમયે તેઓએ “બ્રહ્માંડની ભૂમિતી” ઉપર  લેક્ચર પણ અહીંયા આપ્યું હતું. અને આ બાદ ડિનર પણ સાથે લીધું હતું. શ્રી પેનરોસનો સ્વભાવ સરળ અને એક સામાન્ય વ્યક્તિ જેવો છે. બસ આ જ તેમની મહાનતા છે.  શ્રી પેનરોસ આજે 90 વર્ષના છે માટે ઓક્સફર્ડ યુનિવર્સીટી સિવાય બહાર ક્યાં પણ લેક્ચર આપવા જતા નથી. તેઓ શિક્ષિત પરિવારમાં જન્મ્યા હોવાથી બહોળું જ્ઞાન ધરાવતા હતા. શ્રી પેનરોસ મૂળતો ગણિતશાસ્ત્રી છે. આજે પણ તેમનું નામ ગણિતશાસ્ત્રી તરીકે પ્રથમ હરોળમાં અંકિત થયેલું છે. સાથે સાથે તેઓ ભૂમિતીવિદ પણ છે તેમણે ભૂમિતિની તદ્દન નવી નવી ચકિત પમાડે તેવી આકૃતિઓ પણ શોધી છે.  શ્રી પેનરોસે એવી ટાઇલ્સ શોધી છે જે દુનિયાની એક અજયબી કહી શકાય. જેની ખાસિયત જોઈએ તો તે ટાઇલ્સ ક્યાં પણ લગાવો તો તે ઉખડેજ નહિ. ઘર કે પછી ફૂટપાથ ઉપર લગાવેલ ટાઇલ્સ થોડા સમયમાં ઉખડી જાય છે. પણ તેમણે પાંચ સિમેટ્રી વાળી બનાવેલ ખાસ પ્રકારની આ ટાઇલ્સ જલ્દી સરળ રીતે ઉખડતી નથી. શ્રી પેનરોસ મહાન કલાકાર છે. તેમણે કલા અને સ્થાપનાના અદભુત કાર્યમાં સમાજ-સોસાયટીને પ્રેરણા આપી છે. 

વધુમાં જણાવતા કહે છે કે  શ્રી પેનરોસને જગતના મહાન વિજ્ઞાનીઓના નામ પરના વિવધ મેડલ પણ મળેલા છે. આઈનસ્ટાઈન મેડલ, ડિરાક મેડલ, રોયલ સોસાયટી મેડલ, ડી માર્ગન મેડલ વગેરેનો સમાવેશ થાય છે.  શ્રી પેનરોસે ગણિતશાસ્ત્રમાં ક્રાંતિની શોધ કરી છે. જે સ્પર્શ ટાઈમ જિયોમેટ્રી વિષે છે. તેમની એક શોધ જયારે મોટા તારામાં ગુરુત્વીય પતન થાય તો તે તારો બ્લેકહોલ જ બને , તેમની આ શોધને કોસ્મિક સેન્સરશીપ હાયપોથીસીશ કહેવાય  છે. આ શોધને હજુ સુધી કોઈ ગેરસાબિત કરી શક્યું નથી.

ડો.રાવલ વધુ જણાવતા કહે છે કે વૈજ્ઞાનિક શ્રી રોજર પેનરોસ  અને વૈજ્ઞાનિક શ્રી સ્ટીફન હોકીંગને પ્રેરણા મારા એક ગુરુ પ્રો.અમલકુમાર રાયચૌધરી હતા.  મે રાયચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ કલકતા યુનિવર્સીટીમાં M.Phil. કર્યું હતું.

મેં રાયચૌધરી સાહેબના માર્ગદર્શન નીચે Ph.D પણ કર્યું હોત. પણ પારિવારિક સંજોગોના કારણે હું મુંબઈ આવી ગયો અને પ્રો.જયંત નારબીકા  અને શ્રી સુકુમાર વિશ્વાસના માર્ગદર્શન નીચે TIFR માંથી Ph.Dની પદવી મેળવેલી. પણ અમારે  રાયચૌધરી સાહેબ અને પી.સી.વૈદ્ય સાહેબ સાથે સબંધ અંકબંધ રહ્યો હતો. રાયચૌધરી સાહેબના  સંશોધન ઉપર સ્ટીફન હોકીંગ અને રોજર પેનરોસ આગળ વધ્યા હતા. શ્રી રોજર પેનરોસ આજના યુગના નામાંકિત ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રી છે.

  શ્રી રોજર પેનરોસને 2020ના વર્ષનું નોબેલ પ્રાઈઝ મળ્યું તે મળવા પાત્ર જ છે. ભારતીય વૈજ્ઞાનિક ચંદ્રશેખર સાહેબને 1981માં નોબેલ પ્રાઈઝ મળ્યું હતું.જે ઘણું મોડું મળ્યું કહેવાય. તેવીજ રીતે  શ્રી પેનરોસને પણ નોબેલ પ્રાઈઝ મોડું મળ્યું કહેવાય.

અત્રેઉલ્લેખનીય છે કે ઉપરોક્ત નોબેલ પ્રાઈઝની અડધી રકમ શ્રી પેનરોસને મળશે અને બાકીની અડધી રકમ અન્ય બે વૈજ્ઞાનિકોને મળશે. આમ આ નોબેલ પ્રાઈઝના હકદાર ત્રણ વૈજ્ઞાનિકો છે. આ ત્રણેય વૈજ્ઞાનિકોએ આપણી આકાશ ગંગા મંદાકિની (our Milkyway Galaxy)ના કેન્દ્રમાં મોટો બ્લેકહોલ છે  તે શોધ માટે આ  નોબેલ પ્રાઈઝ મળ્યું છે.

  શ્રી રોજર પેનરોસ માને છે કે વ્યકતિની ચેતના શક્તિને સમજવવા ભૌતિકશાસ્ત્રના નિમયનો પન્નો પણ ટૂંકો પડે છે. પેનરોસનું કહેવું છે કે કોમ્પ્યુટર ગમે તેટલું શક્તિશાળી બને તે માનવમગજના સ્તરે આવી શકશે નહી. અહીંયા એ વાત નોંધું છું કે  90 વર્ષીય શ્રી રોજર પેનરોસ હંમેશા પોતાનું લેક્ચર આપવા માટે ઓવરહેડ પ્રોજેક્ટરનો જ ઉપયોગ કરતા હતા. જેથી મગજમાં જયારે તે સમયે આવેલા વિચારોને ચર્ચા થઇ શકતી. તેઓ કદી પણ સ્લાઈડ પ્રોજેક્ટર કે LCD પ્રોજેક્ટરનો ઉપયોગ કરતા નહિ. ઉપરાંત મોબાઈલ પણ રાખતા નહોતા. જોકે તેમને મોબાઈલ પ્રત્યે થોડો અણગમો હતો. ખરેખર આવા વિજ્ઞાનીઓની કદર થાય તે સમાજ માટે ગૌરવ લેવા જેવી બાબત છે.  

:- આલેખન :-
સિધ્ધાંત મહંત, જર્નાલિસ્ટ,નડિયાદ-ખેડા  9998527193
[email protected] 

TejGujarati