વાવોલ અને લેઉઆ પાટીદાર સમાજનું ગૌરવ ધ્યાનિ પટેલ. – વિનોદ રાઠોડ.

ગુજરાત ભારત સમાચાર

વાવોલ તા. ૧૭ તાજેતરમાં નિટની પરીક્ષામાં વાવોલની ધ્યાની પટેલ ૭૨૦ માંથી ૬૮૫ મેળવી ગામનું તેમજ પાટીદાર સમાજનું ગૌરવ વધાર્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધ્યાની પટેલને તબીબી ક્ષેત્રે એમ.ડી. સુધીનો અભ્યાસ કરી ગામની તેમજ જરૂરિયાત મંદ દર્દીઓ ને સેવા કરવાથી એક મુલાકાતમાં જણાવ્યું હતું. ધ્યાની પટેલને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસ્મા, ગામના તમામ સમાજના ભાઈ-બહેનોએ અભિનંદન વર્ષા કરી હતી. તેના પિતા ડૉ. ભાવેશ પટેલ વાવોલ સરકારી શાળામાં અભ્યાસ કરી કારકિર્દી શરૂ કરી હતી, જ્યારે માતા ગાયત્રી પટેલે પણ દીકરીને નિટમાં સારા ટકા મેળવ્યા બદલ ખુશી વ્યક્ત કરી હતી.
વાવોલ ગામના વિક્રમસિંહે ગોહિલ, પત્રકાર વિનોદ રાઠોડ પ્રગતિ મંડળના પ્રમુખ અને પૂર્વધારાસભ્ય પોપટલાલ પટેલ, સહમંત્રી અમરસિંહ ગોહિલ, આચાર્ય નિલેશ પટેલે ધ્યાની અને તેના માતા-પિતાને પણ અભિનંદન પાઠવ્યા હતા.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply