ઓટ આવે તો પગ પાછા વળાય છે. કદર વિશ્વાસનો ફેર આ સબંધોમાં છે. એટલે મીઠા સંબંધો અહીં તોડાય છે. કવિ- જયેશ શ્રીમાળી પલીયડ. મોડેલ સ્કૂલ સાણંદ.

કલા સાહિત્ય ટેક્નોલોજી ભારત સમાચાર

“પલે પલે માણસ બદલાય છે”
અહીં પલે પલે માણસ બદલાય છે.
જરી સ્વાર્થ માટે માણસ વેચાય છે,
વિશ્વાસ વાતો નો ભરોસો ભવનો છે.
તોય શ્વાસે-શ્વાસે પ્રાણ બદલાય છે,
આંખડી બંધ કરી વિશ્વાસ રખાય છે,
એ લોકોથી જ વિશ્વાસઘાત કરાય છે.
પાન લીલું છમ્મ સૌને જોવું ગમે છે,
કૂંપળ જોઈ નવી નજરૂ બદલાય છે.
ભર્યા કિનારે જ છબ છબિયા થાય છે.
ઓટ આવે તો પગ પાછા વળાય છે.
કદર વિશ્વાસનો ફેર આ સબંધોમાં છે.
એટલે મીઠા સંબંધો અહીં તોડાય છે.
કવિ- જયેશ શ્રીમાળી પલીયડ.
મોડેલ સ્કૂલ સાણંદ
તા.17.10.2020

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply