ઓ વાયરસ , બસ કર હવે .. બહુ લોકોએ ગુમાવ્યા છે પોતાના સ્વજન ! હવે સૌને જરા સ્ટેબલ થાવા દે ! – *- પાર્થિવી અધ્યારુ શાહ*

કલા સાહિત્ય ટેક્નોલોજી ભારત સમાચાર

કોરોના , આ કવિતા વાંચ ભઈ ….
ને જ્યાંથી આવ્યો ત્યાં પાછો ચાલ્યો જા !!!!

એ વાયરસ , ભઈલા આ
ન્યૂ નોર્મલ અમે બહુ જીવ્યા
હવે બેક ટુ નોર્મલ જીવવા દે !
માસ્ક અને થર્મલ ગનની આ
દુનિયામાંથી હવે નીકળવા દે !

કેટલાંય વૈજ્ઞાનિકો શોધે છે રસી
એને હવે મેડિકલ જર્નલમાં
આવવા દે !
રહેવું હોય તો શાંતિથી રહે અહીં
ને અમને ધરમાંથી
નીકળવા દે !

આ સેનિટાઈઝર અને સાબુમાંથી
અમને પાછા હર્બલકેરની
દુનિયામાં જાવા દે !
અમારી મોજ ને મસ્તીમાં
હર્ડલ બનવાનું
હવે રહેવા દે !

ડોક્ટર્સ , નર્સીસ ને હેલ્થ વર્કર્સને
જરા આ બેટલમાંથી
બહાર આવવા દે !
પીપીઈ કીટ ને
ફેસશીલ્ડમાંથી પાછા એમને
નોર્મલવેરની દુનિયામાં ફરવા દે !

ઓ વાયરસ , બસ કર હવે ..
બહુ લોકોએ ગુમાવ્યા છે
પોતાના સ્વજન !
હવે સૌને જરા સ્ટેબલ
થાવા દે !

એ વાયરસ , ભઈલા
ન્યૂ નોર્મલ અમે બહુ જીવ્યા
હવે બેક ટુ નોર્મલ જીવવા દે !
માસ્ક અને થર્મલ ગનની આ
દુનિયામાંથી હવે નીકળવા દે !

*- પાર્થિવી અધ્યારુ શાહ*

TejGujarati