બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ
કોવિડ 19ની ચિંતાઓને કારણે બ્રેસ્ટ કેન્સરના લક્ષણો અંગે
જાણકારી આપવામાં વિલંબ ન કરવા મહિલાઓને ડોક્ટર્સની અરજ

સમાચારકોવિડ 19ને કારણે ગંભીર બિમારીઓની પ્રાથમિકતા ઘટે નહીં
તે સરકાર અને હેલ્થકેર પ્રોવાઇડર્સે સુનિશ્ચિત કરવું જરૂરી

વહેલા નિદાનથી કેનઆસિસ્ટ બ્રેસ્ટ જેવાં પ્રોગ્નોસ્ટિક ટેસ્ટના ઉપયોગ અને ઘણાં કેસમાં વધુ પડતી સારવાર અને કિમોથેરાપી ટાળી શકાય

અમદાવાદ, ઓક્ટોબર, 2020 – કોવિડ-19 મહામારી અને તેની નકારાત્મક અસરોને કારણે બ્રેસ્ટ કેન્સરના ઘણાં દર્દીઓની કાળજી, નિદાન અને સારવારમાં વિલંબ સર્જાયો છે. આપણે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થની ઉજવણી કરી રહ્યાં છીએ ત્યારે ઓન્કોલોજીસ્ટ્સ મહિલાઓને કોરોના વાઇરસ સંક્રમણની ચિંતાઓને કારણે બ્રેસ્ટ કેન્સરની સ્ક્રિનિંગ અથવા લક્ષણો અંગે જાણકારી આપવામાં વિલંબ ન કરે તેવી વિનંતી કરી રહ્યાં છે.

અમદાવાદમાં શેલ્બી હોસ્પિટલમાં સિનિયર મેડિકલ ઓન્કોલોજીસ્ટ ડો. ભાવેશ પારેખે જણાવ્યું હતું કે, દર્દીઓને શિક્ષત કરવાના, હેલ્થકેર સેટિંગ્સની સુરક્ષા વિશે તેમને ખાતરી આપવાના તથા મહામારીને કારણે ગંભીર બિમારીઓની પ્રાથમિકતા ઓછી ન કરવા અંગે જાણકારી પ્રદાન કરવાના પ્રયાસો ચાલી રહ્યાં છે.

ડો. ભાવેશ પારેખે જણાવ્યું હતું કે, કોરોના વાઇરસના ફેલાવા અને વિશેષ કરીને લોકડાઉન તથા ત્યારબાદના મહિનાઓમાં નવા બ્રેસ્ટ કેન્સરના કેસની તપાસ ઉપર નંધપાત્ર અસર થઇ છે. તેનાથી સારવાર હેઠળના દર્દીઓ સામે પણ અવરોધ સર્જાયો છે. લોકડાઉનના છ મહિનામાં નવા કેસોના નિદાનની સંખ્યા નીચી છે. ઘણાં દર્દીઓએ તેમના લક્ષણો અંગે જાણકારી આપવામાં વિલંબ કર્યો છે, જ્યારે ઉચ્ચ જોખમ ધરાવતી ઘણી મહિલાઓએ અત્યંત મહત્વપૂર્ણ બ્રેસ્ટ કેન્સર સ્ક્રિનિંગને ટાળી છે. વિશેષ કરીને ગ્રામિણ વિસ્તારોમાં રહેતાં દર્દીઓ માટે આ સમય મૂશ્કેલ રહ્યો છે કે જેમના માટે સલાહ અને સારવાર માટે નજીકના મેટ્રો સુધી મુસાફરી કરવાનું અત્યંત મૂશ્કેલ રહ્યું છે.

કમનસીબે જાણકારી અને નિયમિત સ્ક્રિનિંગના અભાવને કારણે ભારતમાં મોટાભાગના કેન્સરનું અંતિમ તબક્કામાં નિદાન થાય છે, જેના કારણે બચવાનો દર નીચો છે.

ડો. ભાવેશ પારેખે ઉમેર્યું હતું કે, વહેલું નિદાન જીવન બચાવવાનો એકમાત્ર માર્ગ હોઇ લોકો તેમના લક્ષણો અંગે જાણકારી આપવામાં અથવા હેલ્થકેર સેટિંગ્સમાં સંક્રમણ થવાની ચિંતાઓને કારણે તબીબી સલાહ લેવાનું ટાળે નહીં તે અત્યંત જરૂરી છે. વહેલા નિદાનથી અમને પ્રોગ્નોસ્ટિક ટેસ્ટ કરવામાં અને દર્દીના રિસ્ક પ્રોફાઇલને આધારે પર્સનલાઇઝ સારવાર કરવામાં મદદ મળે છે. કેનઆસિસ્ટ બ્રેસ્ટ જેવાં પ્રોગ્નોસ્ટિક ટેસ્ટથી ફિઝિશિયનને દર્દીમાં કેન્સર થવાના જોખમનું વિશ્લેષણ કરવામાં મદદ મળી રહે છે, જેનાથી વધુ પડતી સારવાર ઘટાડી શકાય છે. ઓછું જોખમ ધરાવતા દર્દીઓ ઇન્વેઝિવ ટ્રીટમેન્ટ અને કિમોથેરાપી ટાળી શકે છે, જેના પરિણામે તેમનું આરોગ્ય સારું રહે છે અને સારવાર ખર્ચ પણ ઘટે છે.

ગુજરાતમાં છેલ્લાં 20 વર્ષમાં બ્રેસ્ટ કેન્સરના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. બે દાયકામાં બ્રેસ્ટ કેન્સરના કેસમાં અંદાજિત 10 ટકાનો વધારો થયો છે.

શહેરી જીવનશૈલી, બિનઆરોગ્યપ્રદ આહાર, મેદસ્વિતામાં વધારો, ઓછી શારીરિક પ્રવૃત્તિ, ધુમ્રપાન અને દારૂના સેવન જેવાં પરિબળો ભારતમાં બ્રેસ્ટ કેન્સરના કેસમાં વધારા માટે કારણભૂત છે. મહિલાઓએ તેમની બ્રેસ્ટમાં કોઇપણ અસામાન્ય વિકાસ અથવા વૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે નિયમિતપણે સ્વ-તપાસ કરવી જોઇએ. મહિલાઓ તેમના બ્રેસ્ટમાં ફેરફાર અંગે તથા બ્રેસ્ટ કેન્સરના સંકેતો અને ચિહ્નો અંગે જાણકારી રાખે તે આવશ્યક છે. વધુમાં 40 વર્ષથી ઉપરની મહિલાઓને બ્રેસ્ટ કેન્સર માટે નિયમિત ક્લિનિકલ સ્ક્રિનિંગ કરાવવાનું સલાહભર્યું છે.

બ્રેસ્ટ કેન્સરના કેટલાંક સંકેતો અને લક્ષણોઃ
નવો ગઠ્ઠો અથવા સમૂહ, મોટાભાગે પીડારહિત
બ્રેસ્ટ અથવા નિપ્પલમાં દુખાવો
ત્વચા ઉપર ડિમ્પલ
સ્તનની નિપ્પલ અંદર તરફ વળી જવી
લાલ, ફ્લેકિંગ અથવા ગાઢ ત્વચા
બ્રેસ્ટ અથવા નિપ્પલમાં સોજો અથવા ગાંઠોમાં સોજો

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply