શિક્ષણજગત માટે શરમજનક અને નિંદનીય ઘટના.માધ્યમની સ્કૂલના એમએ, એમએડ થયેલા આચાર્યને પાંચ માસ થી પગાર ન મળતા પટાવાળાની નોકરી સ્વીકારવા મજબૂર બન્યા.

કલા સાહિત્ય ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

રાજપીપળાની ગુજરાતી માધ્યમની સ્કૂલના એમએ, એમએડ થયેલા આચાર્યને પાંચ માસ થી પગાર ન મળતા પટાવાળાની નોકરી સ્વીકારવા મજબૂર બન્યા.

મજબુરીથી ઘર ચલાવવા પટાવાળાની નોકરી સ્વીકારી.

આને શું કહેવું શિક્ષણની કરૂણતા કે બલિહારી?

નર્મદામા કોરોના મહામારીની કરૂણ કથની…

કોરોનમાં લોકોના રોજગાર ધંધા પર અસર પડતા નર્મદાના ખાનગી સ્કૂલોના શિક્ષકોની દયનીય હાલત

વાલીઓ ફી ભરતા નહોવાથી કોરોનામાં પણ કામ કરતા શિક્ષકોને પગારના વલખાં.

કેટલીક શાળાઓમાં છેલ્લા ચાર માસથી શિક્ષકોને પગાર મળ્યો નથી, મોફાડ મોંઘવારીમા પગાર વિના ઘર ખર્ચ
ચલાવવાની ફાફા

કોરોનામાં વાલીઓ અને સંચાલકોના ગજગ્રાહ વચ્ચે પીસાતા ખાનગી સ્કૂલોના શિક્ષકોની દયનીય હાલત

રાજપીપળા,તા૧૫

નર્મદા જિલ્લામા કોરોનાની મહામારીમા લોકોના રોજગાર ધંધા ઠપ્પ થઈ ગયા છે. નવી રોજગારી કે આવકના
કોઈ સાધનો ન હોવાથી રોજગાર વિનાના લોકોની સ્થિતી દયનીય બની છે, જેમા ખાસ કરીને રાજપીપળા સહીતનર્મદામા આવેલ ખાનગી સ્કૂલોના શિક્ષકોની હાલત કફોડી બની છે. કોરોનાનો સૌથી વધુ માર ખાનગી સ્કૂલોના શિક્ષકોને પડયો છે. જેમને છેલ્લા ચારચાર મહીનાથી ખાનગી સ્કૂલોના શિક્ષકોને પગાર નથી મળ્યો. જેમાં
રાજપીપળાની એક ગુજરાતી માધ્યમની ખાનગી સ્કૂલમાં આવેલા એમએ, એમએડની ઉચ્ચ ડીગ્રી ધરાવતા
પ્રિન્સીપાલ તરીકે પાંચ વર્ષથી સેવા બજાવતા આ પિંસીપાલને મે માસથી છેલ્લા પાંચ માસનો પગાર ન મળતા મ્હોફાડ મોંઘવારીમાં પગાર વિના ઘર ચલાવવુ મુશ્કેલ થઇ જતા આ પ્રિસીપાલે જ્યા પગાર મળતો હોય એવી
જગ્યાએ પટાવાળાની નોકરી સ્વીકારીલીધી છે. અને કામ પર ચઢી જવાની ઘટનાએ શિક્ષણ જગતમા ચકચાર મચાવી દીધી છે!
કોરોના મા પગાર ના મળતા ઘણા શિક્ષકોએ નોકરી છોડી બીજી જગ્યાએ ચાલ્યા ગયા છે. તો બીજા નોકરી શોધવાની વેતરણમા પડયા છે,
આ શિક્ષકોની કરૂણતા તો એ છે કે કોરોનાના જોખમી કાળમાં પણ ઓનલાઈન શિક્ષણ આપીને બાળકોને
ભણાવતા ગુરુજનોનો પગાર ન થઈ શકે એટલી ફી ભરવા વાલીઓ તૈયાર નથી.! તો બીજી તરફ સંચાલકો એક જ
ગાણું ગાઇ રહયા છે કે ફી નથી આવતી તો પગાર કેવી રીતે આપીએ? કેટલીક સ્કૂલોના સંચાલકો માંડ એકાદમહીનાનો પગાર આપે છે તો ૨૦ થી ૩૫ % કાપીને પગાર આપે છે. આમેય ખાનગી સ્કૂલોના શિક્ષકોને ૫ થી ૭હજાર જેવો ઓછો પગાર આપીને શિક્ષકોનું શોષણ કરી રહયા છે, તેમાં પણ ચારપાંચ મહીનાથી પગાર નથી
આપતા. આપે છે તેમાં પણ કાપી લે છે. ત્યારે આ બાળકોના ઘડવૈયા એવા ગુરુજનોની આ દયનીય હાલત
કોરોનાએ કરી છે જે દર્દનાક છે. ત્યારે સરકાર કે સંચાલકો આવા શિક્ષકોને કોરોના સંકટમાં ન્યાય અપાવે. અથવા
કોઇ આર્થીક પેકેજ આપે એવી માંગ ઉઠી. નહી તરે ખેડૂતોની જેમ હવે શિક્ષકોને પણ આત્મહત્યા કરવાનો વારો
આવે તેવી નોબત આવી છે. સરકારે એક તરફ શિક્ષકો કે કર્મચારીઓનો પગાર નહી કાપવાની કે કોઈ પણ કર્મચારીને નોકરીમાંથી છુટા નહી કરવા જણાવેલ છે. છતા ખાનગી સ્કૂલના કેટલાક સંચાલકો કોરોનામાં પણ
શિક્ષકોનું શોષણ કરી રહયા છે જેની સામે લોકોમાં રોષ ફેલાયો છે.

આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી, પ્રાથમીક જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા કલેકટર ખાનગી રાહે તપાસ કરી
શોષણ કરતા સંચાલકો સામે પગલા ભરવાની અને શિક્ષકોને ન્યાય અપાવે એવી લોકમાંગ ઉઠી છે.

તસવીર:, દીપક જગ તાપ, રાજપીપળા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •