અપહરણના ગુનામાં સંડોવાયેલ બીજા આરોપીને પણ ઝડપી પાડતી પેરોલ ફર્લ સ્કોડ, નર્મદા પેરોલ ફ્લો શાખાને કર્નેટ ગામ ખાતે વોચ રાખી પીછો કરી તેની ઝડપીને રાજપીપળા પોલીસને સોંપી દેવાયો.

ટેક્નોલોજી રાજનીતિ સમાચાર

રાજપીપળા,તા.14
નર્મદા જિલ્લા પોલીસ વડા હિંમકરસિંહની સૂચના હેઠળ અને નર્મદા જિલ્લામાં અપહરણના ગુનામાં પકડવાના બાકી આરોપીઓને પકડી પાડવાની કામગીરી કરવાની સુચના મળતા રાજપીપળા પોલીસ મથકમાં ગત તા. 29/9/20 ના રોજ અપહરણનો ગુનો દાખલ થયો હતો.જેને ગુના lની ચાલુ તપાસના આરોપી લક્ષ્મણ ઉર્ફે મનોજભાઈ રમેશભાઈ તડવી ને તા.12/10/ 20ના રોજ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે બીજો આરોપી રમેશભાઈ નવાભાઈ ઉર્ફે નવલાભાઈ તડવી (રહે, ટેકરા ફળિયા,જુનવદ ગરુડેશ્વર હાલ રહે,વાવડી ) પોતાની ધરપકડ ટાળવા સારું નાસતો ફરતો હતો. અને કાઠીયાવાડ આ બાજુ મજૂરી અર્થે જતો રહેલો જે પોતાના જમાઈના ઘરે ડભોઇ ખાતે કર્નેટ ગામે આવતો હોવાની બાતમી મળતા પેરોલ ફ્લો શાખાના પો. સ. ઈ. ડી. એ. ક્રિશ્યન તથા પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફ સાથે મળી આરોપીને કર્નેટ ગામ ખાતે વોચ રાખી પીછો કરી તપાસ કરતા આરોપી રમેશભાઈ તડવી મળી આવતાં તેને ઝડપી પાડી રાજપીપળા પોલીસને સોપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

રિપોર્ટ: જયોતિ જગતાપ, રાજપીપળા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •