થ્રો-બોલમાં ભારતીય મહિલા અને પુરુષ ટીમે મેળવ્યું સુવર્ણચંદ્રક.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત મનોરંજન રમત જગત સમાચાર

થ્રો-બોલ ફેડરેશન કમીટીના ઓર્ગેનાઇઝીંગ સભ્ય અને શિક્ષણવિદ ડૉ. પ્રતિક ત્રિવેદીએ ભારતીય મહિલા અને પુરુષ ટીમને અભિનંદન આપતા કહ્યું, “આ ખેલાડીઓએ વિશ્વ સ્તરે મેડલ મેળવવા અનંત મહેનત કરી છે. આશા રાખું છું કે તેઓ આમજ ભારતનું નામ વૈશ્વિક સ્તરે ઊજાળે.”

કાઠમંડુ, નેપાળમાં યોજાયેલી ‘વર્લ્ડ ગેમ્સ’ માં થ્રો-બોલની મહિલા અને પુરુષ ટીમે સુવર્ણચંદ્રક મેળવીને ઇતિહાસ સર્જ્યો કારણકે વર્લ્ડ સિરિઝમાં ભારત આ પ્રથમ વખતજ શામિલ થયું હતું.
ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કાઉન્સિલ (કેનેડા) દ્વારા યોજાયેલી આ ઇવેન્ટમાં 11 દેશોએ ભાગ લીધો હતો અને 42 અલગ અલગ શ્રેણીમાં સ્પર્ધા થઇ હતી. વર્લ્ડ ગેમ્સમાં ભારતે પ્રથમ વખતજ ભાગ લીધો હતો.
મહિલા ટીમ પ્રતિસ્પર્ધી પાકિસ્તાનની ટીમ સામે 15-13, 15-12ની નજીકથી જીત મેળવી. પુરુષ ટીમે પણ ખુબ નિષ્ઠા અને મહેનતથી ફાઈનલમાં બાંગ્લાદેશને હરાવી સુવર્ણચંદ્રક મેળવ્યું.
આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ પણ બન્ને ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

સ્ટોરી. કેડીભટ્ટ. 9909931560

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •