ઈન સાઈટ ભારત દ્વારા પ્રાણીઓની ક્રૂરતા નિવારણ (પેટ શોપ રુલ્સ),૨૦૧૮ અંગે ગુરુવારે વેબીનાર.

સમાચાર

મા.તંત્રીશ્રી પ્રેસનોટ તા.૧૫/૧૦/૨૦૨૦

એડવોકેટ અંબીકા હીરાનંદાની (બોમ્બે હાઈકોર્ટ_મેમ્બર,મહારાષ્ટ્ર એનીમલ વેલ્ફર ર્બોડ) માર્ગદર્શન આપશે.

> સૌને લાભ લેવા એડવોકેટ કરન શેલ્કે , એડવોકેટ ધ્રુવ ગુપ્તા (ટીમ ઈન સાઈટ ભારત)નું આમંત્રણ

ઈન સાઈટ ભારત દ્રારા પ્રાણીઓની ક્રૂરતા નિવારણ (પેટ શોપ રુલ્સ), ૨૦૧૮ અંગે ગુરુવારે તા. ૧૫, સાંજે ૬-૦૦ કલાકે વેબીનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેબીનારમાં એડવોકેટ અંબીકા હીરાનંદાની (બોમ્બે હાઈકોર્ટ) વકતાઓ/એનાલીસ્ટ તરીકે માર્ગદર્શન આપશે. ઉલ્લેખનિય છે કે,એડવોકેટ અંબીકા હીરાનંદાની છેલ્લા એક દાયકામાં મોટાભાગના જાહેર હિતના કાયદાકીય કાર્ય કરવામાં સમય ખર્ચ કર્યો છે. તે મહારાષ્ટ્ર રાજ્ય એનિમલ વેલ્ફર બોર્ડની સભ્ય છે અને હવે તે પ્રાણીઓની ક્રૂરતા નિવારણ માટે જિલ્લા
સોસાયટીમાં પણ સેવા આપે છે. પ્રાણીઓ પ્રત્યેની તેમની લાગણી અને કરુણાને લીધે તે પ્રાણી કલ્યાણ સાથે સંબંધિત બાબતોમાં સક્રિયપણે ભાગ લે છે અને પશુ કલ્યાણના ક્ષેત્રમાં અપાર પ્રદાન કરે છે. આ વેબીનારમાં મોડરેટર તરીકે એડવોકેટ કરન શેલ્કે (ટીમ ઈન સાઈટ ભારત) અને એડવોકેટ ધ્રુવ ગુપ્તા (ટીમ ઈન સાઈટ ભારત) સેવા આપશે. આ વેબીનાર યુટયુબ પર લાઈવ પ્રસારીત થશે. જે તા.૧૫ ઓકટોબર, ગુરુવારના સાંજે ૬-૦૦ કલાકે https://youtu.be/IFZy4d18Uhw પર જીવંત નિહાળી શકાશે.

TejGujarati