અધ્યક્ષસ્થાને’યુગદ્રષ્ટા’સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.

કલા સાહિત્ય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

આત્મા હોલ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે,સાહિત્યપ્રેમી મુકુંદ દવેના સહયોગથી,ઓમ કૉમ્યુનિકેશન ઘ્વારા,જ્ઞાનપીઠપુરસ્કૃત સર્જક ઉમાશંકર જોશીના ૧૦૮-મા જન્મદિનપ્રસંગે સાહિત્યકારશ્રી શિરીષ પંચાલના અધ્યક્ષસ્થાને’યુગદ્રષ્ટા’સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભમાં વિપુલ આચાર્યે ઉમાશંકર જોશીનું કાવ્ય’મારુ જીવન એજ મારી વાણી’નું ગાન કર્યું.જ્ઞાનપીઠપુરસ્કૃત સર્જક રઘુવીર ચૌધરીએ વંદના રજૂ કરી અને ઉમાશંકરના વ્યક્તિત્વ વિષે વક્તવ્ય આપ્યું.ઉમાશંકર જોશીની સુપુત્રી સ્વાતિ જોશીએ ઉમાશંકરના જીવન વિષે વક્તવ્ય આપ્યું.ઉમાશંકર જોશીની કાવ્યસૃષ્ટિ વિષે સાહિત્યકાર સતીશ વ્યાસે વક્તવ્ય આપ્યું.સાહિત્યકાર શિરીષ પંચાલે,અધ્યક્ષીય વક્તવ્યની સાથે ઉમાશંકરની વિવેચનસૃષ્ટિ વિષે વક્તવ્ય આપ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક’શ્વેત’એ કર્યું.

સ્ટોરી. કેડીભટ્ટ

TejGujarati
 • 56
 •  
 •  
 •  
 •  
 •  
  56
  Shares
 • 56
  Shares