*
*
*91-98980 76000*
*મોરબી કોગ્રેસમાં ભડકો નેતા થયા સંપર્ક વિહોણા*
કોગ્રેસ માટે માઠા સમાચાર આવ્યા છે. કિશોર ચીખલીયા અને જ્યંતી જેરાજ પટેલના નામમાંથી કોંગ્રેસે જયંતિ પટેલને ઉમેદવાર બનાવતા કિશોર ચીખલીયા સંપર્ક વિહોણા બન્યા છે. ગત મોડી રાત્રીથી કિશોર ચીખલીયા કોંગ્રેસથી સંપર્ક વિહોણા બન્યા છે.
*91-98980 76000*
*શાંતિલાલ સેંઘાણીને ટિકિટ આપતા કૈલાસ ગઢવીનું રાજીનામું*
અબડાસા વિધાનસભા બેઠક પર કોંગ્રેસે શાંતિલાલ સેંઘાણીને ટિકિટ આપતા પાર્ટીના અગ્રણી કાર્યકર્તા પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામુ આપ્યુ છે. તેઓએ પોતાના રાજીનામા પર પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, તેમણે વર્ષોથી પાર્ટીમાં જવાબદારી પૂર્વક કામ કર્યુ છે. પરંતુ અબડાસા બેઠક પર સારા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી નથી.
*91-98980 76000*
*હેડ કોન્સ્ટેબલ પ્રવીણ જસમત ચંદ્રાલાએ 40 હજારની લાંચમાં ઝડપાયા*
હેડ કોન્સ્ટેબલે પહેલા ફરિયાદી પાસેથી 70 હજારની લાંચની માગણી કરી હતી
હળવદ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ પ્રવીણ જસમત ચંદ્રાલાએ દારૂના કેસમાં નામ ન ખોલવા આરોપી પાસે 70 હજારની લાંચની માગણી કરી હતી. પરંતુ ફરિયાદીએ લાંચની રકમ આપવી ન હોય જામનગર ACBમાં જાણ કરી હતી. જામનગર અને રાજકોટ ACBએ સાથે મળી છટકુ ગોઠવ્યું હતું.
*91-98980 76000*
*સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે*
ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પ્રથમ નોરતે, એટલે કે 17 ઓક્ટોબરે કોવિડ-19ની ગાઈડલાઈન્સના ચૂસ્ત પાલન સાથે પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકી દેવામાં આવશે, રોજ 2500 પ્રવાસીને પ્રવેશ અપાશે
*91-98980 76000*
*’ગુજરાતની કોકિલા’ કૌમુદી મુનશીનું નિધન*
‘ગુજરાતની કોકિલા’ કહેવાતા ગાયિકા કૌમુદી મુનશીની. 91 વર્ષની વયે કૌમુદી બેનનું નિધન થતા ગુજરાતી સુગમ સંગીત ક્ષેત્રે મોટી ખોટ પડી છે.સુત્રોએ આપેલી માહિતિ પ્રમાણે, કૌમુદી મુનશી કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા હતા બે વાગ્યાની આસપાસ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 91 વર્ષના હતા. બે દિવસ પહેલા કૌમુદી મુનશીને કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો અને હોસ્પિટલમાં દાખલ કરાયા. હતા.
*91-98980 76000*
*કમળને મળી ખુશ્બુ: હિરોઈને કૉન્ગ્રેસનો સાથ છોડ્યો*
નવી દિલ્હી તામિલનાડુ અભિનય ક્ષેત્રમાંથી રાજકારણમાં જોડાનાર ખુશ્બૂ સુંદર કૉન્ગ્રેસ છોડ્યાના ગણતરીના કલાકોમાં જ બીજેપીમાં જોડાયા હતા આ પ્રસંગે યોજાયેલી સભામાં તેમણે જણાવ્યું હતું કે સમય જતા તેમને સમજાયું હતું કે જો દેશની આગળ પ્રગતિ સાધવી હોય તો દેશને સાચી દિશામાં લઈ જવા માટે વડા પ્રધાન જેવા નેતાની જરૂર છે.
*91-98980 76000*
*યુપીના ગોંડામાં ત્રણ બહેનો પર થયો એસિડ હુમલો*
નવી દિલ્હી ઉત્તર પ્રદેશમાં જાણો જંગલ રાજ છે તેવી અમાનવીય ઘટનાઓ સામે આવી રહી છે. યુપીમાં મહિલાઓ પર અત્યાચાર રોકાઈ નથી રહ્યા છેલ્લા ઘણા દિવસોથી જઘન્ય કૃત્યો સામે આવી રહ્યા છે. ત્યારે ફરીથી વધુ પિશાચી કૃત્ય સામે આવ્યું છે. જેમાં ઉત્તર પ્રદેશના ગોંડામાં ત્રણ દલિત બહેનો પર એસિડ ફેંકવામાં આવ્યું છે
*91-98980 76000*
*શિવરાજપુર બીચને આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મળ્યું*
દ્વારકા: ગુજરાત પ્રવાસન ક્ષેત્રને ચાર ચાંદ લગાવતું એક ગૌરવ મેળવ્યું છે. ગુજરાતના દ્વારકાના શિવરાજપુર બીચને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મળ્યું છે. ભારતના 8 બીચને એકસાથે આ સન્માન મળ્યું છે.
*91-98980 76000*
*દલિત મહિલા સાથે જુલ્મો ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો*
રાજ્યભરમાં મહિલાઓ પર થઈ રહેલા જુલ્મોને લઈ વિપક્ષી દળ પણ સતત સરકાર પર નિશાનો સાધી રહ્યા છે. હવે ઉત્તર પ્રદેશના હમીરપુરમાં એક દલિત મહિલાને ઝાડ સાથે બાંધી તેને માર મારવાનો મામલો સામે આવ્યો છે.
*91-98980 76000*
*ગુજરાતમાં નેતાઓએ ઝભ્ભા સીવડાવી લીધા પણ ચૂંટણી મોકૂફ રહી*
અમદાવાદ આગામી 14 ડિસેમ્બરે પૂર્ણ થઇ રહી છે. જેના પગલે ઓક્ટોબર માસના અંતમાં ચૂંટણી જાહેર થાય અને નવેમ્બરમાં મતદાન થાય તેવી સંભાવના હતી.જંગ જીતવાના હતા અરમાન અનેક પણ હવે મેદાન જ કયાંય નહીં મળે
*91-98980 76000*
*સુરત પાલનપોરમાં ઈલેક્ટ્રીક બસના ચાર્જિંગ સ્ટેશન બનશે*
સુરતના પર્યાવરણની જાળવણી માટે શહેરના રસ્તા પર આગામી દિવસોમાં ૧૫૦ ઈલેક્ટ્રીક બસ દોડાવવા આયોજન થયું છે. બસના ચાર્જિંગ માટે પાલનપોર ખાતે બસ ટર્મીનલ બનાવવાનું આયોજન કરવામા આવ્યુ છે.
*91-98980 76000*
*કથિત ઘી કૌભાંડ બાદ 600 કરોડનો ઘીનો જથ્થો થયો બિન ઉપયોગી*
મહેસાણાની દુધ સાગર ડેરીના કથિત કૌભાંડના કારણે અત્યારે પશુપાલકો અને ડેરીએ આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે ઘી ભેળસેળ કૌભાંડ બાદ સાગર બ્રાન્ડને મોટો ફટકો પડ્યો છે તે ફટકા બાદ ડેરીમાં 600 કરોડ ઘીનો જથ્થો બિન ઉપયોગી પડી રહ્યો છે. જે આખરે નષ્ટ કરવો પડશે. ડેરીના વાઇસ ચેરમેન અને એમ.ડી હાલ જેલમાં બંધ છે.
*91-98980 76000*
*સાબરકાંઠામાં 105 તલાટીઓની બદલીનો મામલો*
સાબરકાંઠા જીલ્લા પંચાયત હસ્તકના ૧૦૫ તલાટીઓની થયેલી બદલી હવે વિવાદનું કારણ બની છે. બદલીઓ બાદ ખેડબ્રહ્મા-વિજયનગરનાં ધારાસભ્ય અશ્વિન કોટવાલે આ બધી બદલીઓ ભાજપના એમ.પી અને ધારાસભ્યોના ઈશારે થઇ હોવાના આક્ષેપ સાથે સાબરકાંઠા જીલ્લા પંચાયત ખાતે એક દિવસના પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ
*91-98980 76000*
*સરકાર સસ્તામાં વહેચી રહી છે સોનું*
એક તરફ સોનાની કિંમતો પાછલા કેટલાક દિવસોથી વધી રહી છે ત્યારે કેન્દ્ર સરકારે જનતાને સસ્તા ભાવો ઉપર સોનાની ખરીદી કરવાની તક આપી છે. રોકાણકારો સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના હેઠળ બજાર મુલ્યથી ઓછા ભાવમાં સોનાની ખરીદી કરી શકે છે. આ યોજના માત્ર પાંચ દિવસો માટે છે. જો તમે આ યોજનાનો લાભ ઉઠાવવા માગો છો તો રાહ જોશો નહીં. આજે તેનો બીજો દિવસ હતો. તેના વેચાણ ઉપર થનારા લાભમાં ઈનકમ ટેક્સ નિયમો હેઠળ કેટલીક છુટની સાથે કોઈ લાભ મળશે. યોજના હેઠળ તમે 5051 રૂપિયા પ્રતિ ગ્રામ ઉપર સોનું ખરીદી શકો છો.
*91-98980 76000*
*સર્વ શિક્ષા અભિયાનમા કરોડોનો ભ્રષ્ટાચાર*
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સર્વ શિક્ષા અભિયાન મામલે સરકાર પર પ્રહાર કર્યા હતા. સર્વ શિક્ષણ અભિયાન અંતર્ગત શિક્ષણ આપવા કોંગ્રેસે માંગ કરી છે. સર્વે શિક્ષા અભિયાનમા કોરોડો રૂપિયાની ગ્રાન્ટમાં રાજ્ય સરકારે ગોટાળા કર્યાં છે.
*91-98980 76000*
*SBIની સેવાઓ પુન સ્થાપિત: 44 કરોડ ગ્રાહકોને અસર*
ભારતીય સ્ટેટ બેંકની ઓનલાઇન સેવાઓ પુન .સ્થાપિત કરવામાં આવી છે. ટેકનીકલ ખામીના કામે મંગળવારે સવારથી જ બેંકની કોર બેંકીગ સિસ્ટમ ખોરવાઈ ગઈ હતી. હવે તેનું નિરાકરણ આવી ગયું છે. તેનાથી બેંકના કરોડો ગ્રાહકોને રાહત મળી છે. જો કે, બેંક સ્રોતો અનુસાર, કનેક્ટિવિટી હમણાં સંપૂર્ણપણે આરામદાયક નથી અને સુધીમાં તે પૂર્ણ થઈ શકે છે.SBIએ ટ્વિટ કરીને આપી માહિતી
*91-98980 76000*
*હારેલા ઉમેદવારને આર્થિક મદદ 21 લાખનો ફાળો મળ્યો*
પ્રમાણે મુકંદ દેવાસી નામના ઉમેદવારને હરીફ ઉમેદવાર સુંદરી દેવી સામે 84 મતોથી હાર મળી હતી. જોકે મતદારોનો આભાર માનવા માટે વિજેતા ઉમેદવારો સામાન્ય રીતે કાર્યક્રમ યોજતા હોય છે ત્યારે મુકંદ દેવાસીએ મતદારોનો આભાર માનવા માટે સભા યોજી હતી જેમાં પહોંચેલા મતદારોએ ઉલટાનું ઉમેદવારનો પ્રેમ જોઈને તેને આર્થિક મદદ કરવાની વાત કરી હતી. સભામાં જ બેઠા બેઠા મતદારોએ 21 લાખનો ફાળો એકઠો કરીને હારેલા ઉમેદવારને સોંપી દીધો હતો. આ સમારોહ પણ જાણે ઉમેદવારની જીત થઈ હોય તેવા માહોલમાં યોજાયો હતો અહીંયા ઢોલ નગારા પણ વગાડાયા હતા અને ઉમેદવારને ફૂલહાર પણ કરાયા હતા
*91-98980 76000*
*ભારતીય કિસાન સંઘે સરકારને આપ્યું 10 દિવસનું અલ્ટીમેટમ*
ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ છતાં કેટલાય તાલુકાઓને ખેડૂતોની સહાયથી વંચિત રખાયા છે.ત્યારે ભારતીય કિસાન સંઘે સરકારને 10 દિવસનું અલ્ટીમેટમ આપ્યુ છે.અને જો તેઓની વિવિધ માંગણીઓ નહી સંતોષાય તો ભારતીય કિસાન સંઘ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
*91-98980 76000*
*પાવાગઢ મંદિર 16 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી બંધ*
નવરાત્રી દરમિયાન પાવાગઢ મંદિરમાં મહાકાળી માતાના દર્શન માટે 8થી 10 લાખ લોકો આવે છે, જેને પગલે કોરોના સંક્રમણ સમગ્ર દેશમાં ફેલાઇ જવાની શક્યતા હોવાથી મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
*91-98980 76000*
*અંબાજી: સ્કૂલ સંચાલકો દ્વારા જમીન પડાવી લેવાના આક્ષેપ*
અંબાજીના કુંભારીયામાં ચાલતી કાર્મેલ ઇંગ્લિશ સ્કૂલના સંચાલકો દ્વારા આદિવાસી વિસ્તારમાં આદિવાસી લોકોને ધર્મ પરિવર્તન કરવાની તેમજ આદિવાસી લોકોને જમીન પડાવી લેવાના આક્ષેપ પણ અહેવાલો મીડિયામાં પ્રસારીત થતા જીલ્લા વહીવટી તંત્ર દોડતુ થયુ છે
*91-98980 76000*
*ખાસ વાચક મિત્રો માટે*
*સુરતમિત્ર ૧૦ વર્ષોથી આપની સેવામાં*
અમે તમારી માટે લાવ્યા છીએ ફાસ્ટ ન્યૂઝ દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અપટેડ સમાચારો સુરત ગુજરાત સહિત દેશભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા માટે છેલ્લા ૬-વર્ષોથી અમે આપના સુધી સોશિયલ મીડિયા વોટ્સઅપ માધ્યમ દ્વારા આપ સુધી પહોંચાડતા આવ્યા છીએ સમાચારો આપને યોગ્ય લાગે તો તમારા મિત્ર મંડળ ગ્રુપમાં શેર કરશોજી. જય હિન્દ -જય જય ગરવી ગુજરાત *Editor Vinod Meghani- 98980 76000*
*tha and*