બાપે બેટાની કુહાડી વડે હુમલો કરતાં બેટાને ગંભીર ઇજા,
બાપ બેટા વચ્ચે છૂટા હાથની મારામારી કરી જાનથી મારી નાખવાની ફરિયાદ.
રાજપીપળા,તા.13
નાંદોદ તાલુકાનાં રામગઢ ગામે ખેતર ના ભાગ માંગવા બાબતે બાપ બેટા વચ્ચે ઝઘડો થતાં મારામારી પ્રકરણ મા-બાપે ઉશ્કેરાઇને બેટાને કુહાડી વડે હુમલો કરતા બેટાને ગંભીર ઇજા થવા પામી હતી.જેમાં રાજપીપળા પોલીસ મથકમાં બાપ બેટા વચ્ચે છૂટા હાથની મારામારી કરી જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાઇ છે.
જેમાં ફરિયાદી સંજયભાઈ ગીરીશભાઈ વસાવા (રહે રામગઢ, નીચલુ ફળિયું) એ આરોપી ગીરીશભાઈ હુસીયાભાઈ વસાવા (રહે, રામગઢ, નીચલું ફળિયું )સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ ફરિયાદી સંજયભાઈ ગીરીશભાઈ વસાવા (રહે, રામગઢ નીચલુ ફળિયું) તેમના ખેતરે જોવા માટે ગયેલા હતા. એ વખતે સંજયભાઈના માતા પિતા પણ ખેતરે કાંટાની વાડ બનાવવાનું કામકાજ કરતા હતા. તે વખતે સંજયભાઈના પિતાજીને જણાવેલ કે મને ખેતરનો અલગથી ભાગ આપી દો મારે અલગથી રહેવાનું છે. તેમ કહેતાં સંજયભાઈના પિતાજી એ જણાવેલ કે તને કયો ભાગ આપું તે તારે લગ્ન થયેલ નથી અને મારે સંતાનમાં તું એકલો જ છોકરો છે. તેમ કહી બોલાચાલી અને ઝઘડો તકરાર થઇ જેમાં સંજયભાઈએ એકદમ ઉશ્કેરાઇ જઇને તેના હાથમાં કુહાડી વડે ડાબા પગના ઘુટણ થી નીચેના ભાગે મારી દેતા કુહાડીની ઘા વાગી જતાં ચામડી છોલાઈ જવાથી ઈજા થતાં લોહી નીકળ્યું હતું.અને આરોપી ગિરીશભાઈએ સંજયભાઈને ગમે તેમ ગાળો બોલી તેમજ છુટ્ટા હાથથી મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ: જયોતિ જગતાપ, રાજપીપળા
