આમદલા ગામમાં વીજળીના ધાંધિયાથી ખેડૂતો પરેશાન.   ખેડૂતો દ્વારા ફરિયાદ કરવા છતાં તેની કોઇ જ રિપેરિંગ કાર્યવાહી થતી નથી.

સમાચાર

સ્ટાફને ફોલ્ટ જ મળતો નથી.

વીજળીના અભાવે કપાસના ઉભા પાકને પાણીની ઘણી જ જરૂર હોય છે. ત્યારે અમારા પાક અને ઘણી નુકસાન થઈ રહ્યું છે -ખેડૂતો.

રાજપીપળા,તા.13

ગરૂડેશ્વર તાલુકાના આમદલા ગામમાં વીજળીના ધાંધિયાથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે.આઠ કલાકની વીજળી આપવાને બદલે એક કલાક વીજળી મળતી ન હોવાથી હાલ ઊભા કપાસ નો પાક વીજળી પાણી વિના સુકાઇ રહ્યો છે.આ બાબતે વીજ કંપનીના સત્તાધીશો અને રજૂઆત કરવા છતાં પૂરતો વીજ પુરવઠો ન મળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે.

ખેડૂતોના જણાવ્યા અનુસાર આમદલા સબ સ્ટેશન ડેકાઈ ફીડર એ-જી લાઇન પર છેલ્લા સાત આઠ દિવસની વીજળી નો ઘણો જ કાપ મૂકે છે. તેમાં અમારા લાઈન હેલ્પર ખેડૂતોના ફરિયાદ કરવા છતાં લાઈનની કોઈ જ રિપેરિંગ કાર્યવાહી થતી નથી.અમારે ત્યાં લાઈટ પાંચ મિનિટ આવે અને પાંચ મિનિટ બંધ થાય છે. છેલ્લા કેટલાક દિવસથી જીઈબી સ્ટાફને ફોલ્ટ જ મળતો નથી. અને જવાબમાં જીઈબીના કર્મચારીઓ સીધા જવાબ આપતા નથી. અમારે હાલમાં કપાસના ઉભા પાકને પાણીની ઘણી જ જરૂર હોય છે.તેથી અમારા પાકને ઘણી જ નુકસાન થઈ રહ્યું છે.

સરકાર તરફથી આઠ કલાક ખેતી માટે લાઈટ આપવાની હોય છે.જેમાં અમોને એક કલાક પણ પૂરતી લાઈટ મળતી નથી. અવાનાર બે દિવસમાં જો લાઈટ નહીં મળે તો અમારે આખા વર્ષની મહેનત જાય એવું છે. અને એ પાક નુકશાન નુ વળતર તમારે આવવું પડશે. આ અંગે તાત્કાલિક ઘટતી કાર્યવાહી કરવા ખેડૂતોને વીજ કંપનીને રજૂઆત કરી છે.

રિપોર્ટ :જયોતિ જગતાપ, રાજપીપળા

TejGujarati